________________
વેડફી શકું? પશું જેવું જીવન જીવવા કાંઈ આ મહામૂલી જિંદગી નથી મળી.
આત્માને નિર્મળ કરવા, જીવનને સુગંધ થી ભરી દેવાને, શુભ અવસર સાંપડ્યો છે. કેટકેટલા ત્યાગી પુરુષોએ આ માનવ જીવનની ગૌરવગાથાઓ ગાઈ છે? તે શા માટે? ત્યાગીએએ આ દેહમાં શે વિશેષતા નિહાળી? આ દેહમાં એમને શું ભવ્યતા ભાસી? શા માટે પશુઓ અને મનુષ્યને એક જ કક્ષાએ ન મૂક્યા? શું બંનેમાં જીવન નથી? છે જ. તેમ જ બંનેને આહાર-નિદ્રા-ભય ને કામની લાગણી નથી? તે પણ છે જ, તે પછી બંને વચ્ચે ભેદ શા માટે?
માનવીને ઉચ્ચ કક્ષાએ મૂક્યો અને પશુને