________________
એને ઉચ્ચ સ્થાન પર બેસાડવાને બદલે ગુને ગારના પાંજરામાં ઊભા રહેવાની એણે સૂચના કરી. આ દશ્ય સી જોઈ જ રહ્યાં. રાજાએ પિતાને ગુને કબૂલ કર્યો. એટલે એણે અમુક દંડ કરી રાજાને મુક્ત કર્યો અને પછી ન્યાયાલયની બહાર આવી ન્યાયાધીશે અતિ નમ્રતાથી રાજાને નમન કર્યું. આથી રાજા ખૂબ પ્રસન્ન થયા અને પોતે સંતાડી રાખેલી નાની તલવાર બતાવી કહ્યું “ ન્યાયાલયના આજ્ઞા-પત્રને માન આપી હું અદાલતમાં હાજર થયે, પણ મને એમ લાગ્યું હેત કે ધર્મ ને ન્યાયથી તમારી વાણી વેગળી છે તે આ તલવારથી તમારે શિરચ્છેદ અહીં જ કરી નાખત. પણ તમારી ધર્મ ને ન્યાયમય વાણીથી મને આનંદ થાય છે, ને તમારા જેવા ન્યાયાધીશથી હું ગર્વ લઉં છું કે