Book Title: Dharm Kahevo Kone
Author(s): Chitrabhanu
Publisher: Ratilal Popatlal

View full book text
Previous | Next

Page 17
________________ પ્રશ્ન થાય કે ત્યારે ધર્મ કહે કેને? સૌ પોતપોતાના જન્મગત અને જાતિગત ક્રિયાકાંડને ધર્મ કહે છે, અને એ જ ધર્મના નામે લડે છે, ઝઘડે છે, અશક્તિ ઊભી કરે છે અને માનવને માનવથી દૂર લઈ જાય છે. શું આને ધર્મ કહે ? આ પ્રશ્નનું સમાધાન જૈન દર્શને બહુ સારી રીતે કર્યું છે. ધર્મનું લક્ષણ બાંધીને માનવજાતને એક સુંદર સત્ય પીરસ્યું છે અને ધર્મના રહસ્યને થોડા જ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. આ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને માધ્યભાવ એ ધર્મનાં ચાર લક્ષણ છે. આ ભાવનાઓથી યુક્ત જે ક્રિયાઓ થાય તે ધર્મ. ધર્મનું પહેલું લક્ષણ છે મૈત્રીભાવ.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72