________________
પ્રશ્ન થાય કે ત્યારે ધર્મ કહે કેને? સૌ પોતપોતાના જન્મગત અને જાતિગત ક્રિયાકાંડને ધર્મ કહે છે, અને એ જ ધર્મના નામે લડે છે, ઝઘડે છે, અશક્તિ ઊભી કરે છે અને માનવને માનવથી દૂર લઈ જાય છે. શું આને ધર્મ કહે ? આ પ્રશ્નનું સમાધાન જૈન દર્શને બહુ સારી રીતે કર્યું છે. ધર્મનું લક્ષણ બાંધીને માનવજાતને એક સુંદર સત્ય પીરસ્યું છે અને ધર્મના રહસ્યને થોડા જ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. આ
મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને માધ્યભાવ એ ધર્મનાં ચાર લક્ષણ છે. આ ભાવનાઓથી યુક્ત જે ક્રિયાઓ થાય તે ધર્મ. ધર્મનું પહેલું લક્ષણ છે મૈત્રીભાવ.