________________
આભાર શ્રીજિનચંદ્રસુરિજી ચતુ સપ્તતિકા (ચરિત્ર નાયક શ્રીજિનકુશલસૂરિ ત) જે પરિશષ્ટ ખમાં આપી છે. તેની મૂળ નકલ લીંબડી જ્ઞાન ભંડારમાં છે. અમને પૂજ્ય મુનિ શ્રીબુદ્ધિસાગરજી તરફથી પ્રતિ મળી હતી અત: તેમને આભાર માનીએ છીએ. શ્રીજિનકુશલસૂરિ ચતુષદિકાની પ્રતિલિપિ ડેક્કન કેલેજના પુસ્તકાધ્યક્ષ તરફથી મળી, જેને અમે ધન્યવાદપુર્વક આ ગ્રન્થમાં પ્રકાશિત કરી રહ્યા છીએ. ચરિત્ર લેખન કાળે “ચૈત્યવંદન કુલક વૃત્તિ ની પ્રતિ અમારી પાસે નહેતી અતઃ ઉ. સૂર્યમલજી યતિએ ઉપયોગ માટે આપી હતી. તેમને પણ ધન્યવાદ : આપીએ છીએ.
આ પુસ્તકની સારગર્ભિત પ્રસ્તાવના સુપ્રસિધ્ધ ઇતિહાસ પુરા તત્વવેતા શ્રધેય શ્રીજિન વિજયજીએ લખી આપવાની કૃપા કરી છે. તદર્થ અમો તેમના પ્રતિ કૃતજ્ઞતા જ્ઞાપિત કરીએ છીએ
દાદા સાહેબને થયે આજે ૬૧૬ વર્ષ થઈ ગયાં અતઃ એમનું યથાર્થચિન્હ મળવું મુશ્કેલ છે, પરંતુ એમના સ્વર્ગવાસ બાદ ૯૭ વર્ષ પછી પ્રતિષ્ઠિત માલપુરાના ઋષભદેવ ભગવાનના મંદિર સ્થિત શ્રીજિન કુશલસૂરિજી મૂર્તિને ફેટો લેવાનું કાર્ય શ્રીનથમલજી સાહેબ ફેટગ્રાફરે કરી આપવાની કૃપા કરી છે અતઃ એમને ધન્યવાદ આપવાની સાથે અમે અમારૂં કિંચિત્ વકતવ્ય સમાપ્ત કરીએ છીએ.
નિવેદક અગરચન્દ્ર નાહટા
ભંવરલાલ નાહટા મૂર્તિ પર આ પ્રમાણે લેખ ઉકીર્ણત છે– १सं. १४८६ वर्षे ज्येष्ठ शुदि ५ शुक्र सा. रामदेवभार्या मूलादे पुत्र । २ सा. साहणकेन भेयोऽर्थ श्रीजिनकुशलसूरि मूर्तिः का० ३श्रीखरतरगच्छे श्रीजिन वर्द्धनसूरि पट्टे प्र० श्रीजिन चन्द्रसूरिभिः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com