________________
ફરમાન-આજ્ઞા પત્ર પ્રાપ્ત કરી હસ્તિનાપુર, મથુરા માટે વિશાલ સંઘ કાઢી ક્રમશઃ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં હસ્તિનાપુર આવ્યા. ભકિતપૂર્વક તીર્થ વંદના કર્યા બાદ દિલીસમ્રાટ કુતુબુદ્દીનને પણ પોતાના ઉત્કટ ચારિત્રબલ તથા ઉપદેશના પ્રભાવથી પ્રભાવિત કરી ખંડાસરાયમાં રોકાયા, ત્યાંથી મથુરાની યાત્રા કરી પુનઃ દિલ્લી આવી ખંડાસરાયમાં ચાતુર્માસ રહ્યા.
અત્રે અમારે પ્રસંગવશ નોંધવું જોઈએ કે ઉપર્યુકત સમયમાં પણ કઈ કઈ ઠેકાણે ચૈત્યવાસિઓનું અધિક પ્રાબલ્ય અવશ્ય હતું એટલે આચાર્ય મહારાજ ને આ સંઘયાત્રામાં થોડું-ઘણું કષ્ટ પણ અવશ્ય સહેવું પડયું. જેને વિસ્તૃત ઉલ્લેખ યુગપ્રધાનાચાર્યગુવલીમાં આપેલ છે. તેને માત્ર સાર આ પ્રમાણે છે-દિલ્લી નિકટ દ્રમકપુરીના ચૈત્યવાસી આચાર્યો બાદશાહના કાનમાં યાતદ્વ વાતે ભરાવી આચાર્ય સહિત શ્રીસંઘને કેદ કરાવ્યા. પરંતુ ગમે તેવાં વાદળાં કેમ ન હોય પણ સૂર્યનું તેજ કાંઈ છાનું થોડું જ રહી શકે ? જાહેર થઈ જ જાય.
તેમ ડીવારમાં તે મૂળસ્થિતિ સામે આવી ગઈ, એટલે બાદશાહે ચૈત્યવાસી આચાર્યને બંધાવી તાડના-તર્જના કરાવી, પરંતુ આચાર્ય મહારાજ શ્રીજિનચંદ્રસૂરિજી એક અજોડ સમભાવી મહાપુરુષ હતા, એટલે અપકારીની પણ યાતના જોઈ તેમનું હૃદય દ્રવિત થઈ ગયું અને પોતાની લાગવગ વડે પ્રયત્નો કરાવી ચિત્યવાસીને છેડા, ખરેખર અપકાર કરનાર પ્રતે પણ ઉપકારની ભાવના રાખવી એજ ઉચ્ચ પ્રકારની વિચારધારાનું લક્ષણ છે. ઈતિહાસમાં આવા મહામૂલા ઉદાહરણે થોડાં જ જડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com