________________
૧૩
કાર્ય દરેક રીતે સફલ થવામાં પ્રતિભાને ખાસ કારણ માનીએ તે જરાએ અનુચિત નથી. શ્રીજિનચંદ્રસૂરિજી સાક્ષાત પ્રતિભાસ્વરૂપ હતા, એમની આ પરંપરા આગળ પણ ચાલી હતી.
શ્રીજિનચંદ્રસૂરિજી ખંડાસરાયમાં ચોમાસું વિરાજતા હતા તે દરમ્યાન કર્મ સગવશાત્ અચાનક એમના શરીરમાં કમ્મરોગ ઉત્પન્ન થશે. ત્યારે સ્વજ્ઞાન-ધ્યાન બળે પિતાને અલ્પાયુ જાણું પિતાના હસ્તદીક્ષિત લક્ષણ, તર્ક, સાહિત્ય, અલંકાર અને - તિષાદિ શાસ્ત્રોના પારંગત વિશિરોમણિ પરમ દાર્શનિક શ્રી કુશળકીર્તિગણિને સ્વપદ યોગ્ય જાણીને આચાર્ય મહારાજે આચાર્ય પદ પર બેસાડવાની તથા એમનું સૂરિપદપ્રાપ્તિ પછીનું શુભાભિધાન આદિ બાબતેની આવશ્યક.ગ્ય શિક્ષા વગેરે પર પ્રકાશ પાડનાર એક પત્ર રાજેદ્રચંદ્રાચાર્ય ઉપર લખી શ્રાવક શ્રીમાન ઠ વિજયસિંહને સુપ્રત કર્યો.આચાર્યદેવની પ્રકૃતિ વિકૃત હેવા છતાં પણ રાણા માલદેવ ચૌહાણનું અત્યન્ત આગ્રહભર્યું આમંત્રણ આવવાના કારણે દિલીથી મેદિનીપુર-મેડતા તરફ પ્રયાણ કર્યું, માર્ગમાં એક માસ સુધી કન્યાનયન-કન્નાણમાં સ્થિરતા કરી, ત્યાં શ્વાસાદિ ને વ્યાધિ એકાએક વધી પડવાથી ચતુર્વિધ સંઘ સમક્ષ ખમત–ખામણુ કર્યા અને પિતાના અધિક વિશ્વાસપાત્ર પ્રવર્તક શ્રીમાન જયવલલભ ગણિ સાથે સમુદાય વિષયક આવશ્યક વિચારણા કરી ઉપર્યુકત રાજેન્દ્રચંદ્રાચાર્ય ઉપર ગચ્છનાયક પદ ચગ્ય સર્વશિક્ષાસૂચક એક બીજે પત્ર પણ લખી જયવલ્લભ ગણિને આપી દીધું. ત્યારપછી
૧ એમની દીક્ષા સં. ૧૨૨ માધ સુદિ ૧૪ વિક્રમપુરમાં શ્રીજિનપ્રબોધસૂરિજીના કરકમલો દ્વારા થઇ હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com