________________
કરેલ છે
રિક અસર
આ બધા વિદ્વાની પરંપરાના ઘણુ વંશવૃક્ષ તથા ગ્રન્થસૂચિઓ અમારા સંગ્રહમાં છે. પરંતુ સ્થાન ન હોવાથી અને વિષયાંતરના ભયથી અત્રે આપતાં નથી.
૨ ઉપાધ્યાય શ્રીસેમપ્રભ પાલનપુરના માગેત્રીય રુદ્રપાલની સુશીલા ધર્મપત્ની ધારલદેવીની રત્નકુક્ષીથી વિ. સં. ૧૩૭૫માં આપને જન્મ થયે હતે. જન્મ નામ સમરા કુમાર હતું. એકવાર ચરિત્રનાયક શ્રીજિનકુશલસૂરિજી મહારાજ પાલનપુર પધાર્યા ત્યારે સમરાકુમારનાં શુભલક્ષણે જોઈ તેના પિતાને દીક્ષાની વિશિષ્ટતા સૂચક ઉપદેશ આપતાં કહ્યું કે તમારો પુત્ર દીક્ષિત થશે તે મહાન શાસન પ્રભાવના કરનારો થશે એમ કહી ગુરૂદેવ ભીમપલ્લી પધાર્યા. પાછળથી રૂદ્રપાલ પણ સપરિવાર ત્યાં જઈ સમરકુમાર અને તેની બહેન કીલહૂ ને સં૦ ૧૩૮૨ વૈશાખ સુ. ૫ ને રોજ દીક્ષા અપાવી સેમપ્રભ અને કમલશ્રી કમશઃ ભાઈ બહેનનાં નામ રાખ્યાં. સં. ૧૪૦૦ જેસલમેરમાં સેમપ્રભ મુનિને વાચનાચાર્ય પદ આપ્યું. સં. ૧૪૧૫ આષાઢ સુદિ ૧૩ના ખંભાત નગરમાં તરૂણપ્રભાચાર્યજીએ શ્રીજિનચંદ્રસૂરિજીના પટ્ટપર સ્થાપિત કર્યા, દિલહીને શ્રીમાલ શાહ રતના, પૂના આદિએ પત્સવ કર્યો. એમણે પાંચ સ્થળોમાં બહાર પ્રતિષ્ઠાઓ ૨૪ શિષ્ય અને ૧૪ શિષ્યાઓને દીક્ષાઓ આપી, કેટલાએ લોકોને સંઘપતિ આચાર્ય ઉપાધ્યાય વાચનાચાર્ય આદિ પદે આપ્યાં. સં. ૧૪૩રના ભાદ્રપદ કૃષ્ણ એકાદશી ને દિવસે લેકહિતાચાર્યજીને ગણવિષયક શિક્ષા આપી સ્વર્ગવાસી બન્યા સંઘે દાહસ્થળ ઉપર સુંદર સ્તુપ બનાવ્યું. એમના પટ્ટધર શ્રીજિન રાજસૂરિજી. થયા. એમના વિશેષ જ્ઞાતવ્ય માટે જુઓ ઐતિહાસિક જેન કાવ્ય સંગ્રહ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com