________________
૧૫
પત્ર વાંચી આચાર્યશ્રી પ્રમુદિત થયા અને જયવલ્લભગણિઆદિ તમામ સાધુ સમુદાય સહિત પાટણ તરફ વિહાર કર્યો. અને ક્રમશઃ ત્યાં પહોંચ્યા, તે સમયે ત્યાં ભયંકર દુકાળ હોવા છતાં પણ સ્વજ્ઞાનબળે ચતુર્વિધ સંઘનું કલ્યાણ જાણું પૂજ્ય શ્રી ગુરૂદેવની બહુમૂલ્ય આજ્ઞા પ્રતિપાલનાર્થ આચાર્યશ્રીએ સં. ૧૩૭૭ જેઠ વદિ ૧૧ કુંભ લગ્નમાં સૂરિપદ સ્થાપનાનું શુભ મુહુર્ત નકકી કર્યું. આ વૃત્તાંત જ્ઞાત કરીને સુશ્રાવક જાડુણના પુત્રરત્ન શેઠ *તેજપાલ ગુરુભક્તિથી પ્રેરાઈ પિતાના નાના ભાઈ રુદ્રપાલ સાથે પદ સ્થાપના મહત્સવ પિતા તરફથી કરવા માટે એકદમ ઉત્કંઠિત થઈ ગયા,
જ્યારે આચાર્યશ્રી પાસેથી એમના શુભ મનેરથો પૂર્ણ થવાની આજ્ઞા મળી એટલે તેજપાલે ગિનીપુર-દીલી–ઉચ્ચનગર, દેવગિરિ-દૌલતાબાદ-ચિતૌડ અને ખંભાત આદિ મોટા નગરોમાં રહેલ ગુરૂભક્ત શ્રાવકે અને સ્વપરિચિત મિત્રે પર શીઘ્રગામી પત્રવાહકે દ્વારા આમંત્રણ પત્રિકાઓ પાઠવી, યદ્યપિ તે સમયમાં આજના જેવી ટપાલની તીવ્ર વ્યવસ્થા તે નહતી પણ શેઠે હર્ષિત થઈ એવી વ્યવસ્થા કરી કે થડા દિવસોમાં દેશ દેશાંતરે ઉપર્યુકત સંવાદ પહોંચી વળે. ક્રમશઃ ચારે દિશાએથી શ્રીસંઘ પાટણમાં આવવા લાગે, એજ
એમના પિતા જાહૂણ શ્રીજિનપ્રભસૂરિજીના નાના ભાઈ હતા એમનાં જ વંશમાં મંત્રીશ્વર કર્મચંદ્ર વચ્છાવત જેવા મહાપુરુષ થયા. કર્મચંદ્રવંશપબંધ-વૃત્તિ અને પટ્ટાવલીઓમાં એમના જીવન પટપર પ્રકાશ નાંખનારી અનેક નૂતન વિગતે જડે છે, ઉકત વંશપ્રબંધ મૂલ હિંદી અનુવાદ સહિત મહામહોપાધ્યાય સ્વ. ગૌરીશંકરજી હીરાચંદ ઓઝા એ છપાવ્યો છે એટલે તેનું પિષ્ટ પેષણ અત્રેઅનુચિત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com