________________
ભેજા, કાલા, ફેરૂ, દેપાલ,ગોપાલ, તેજપાલ, હરિપાલ, મેહણ આદિ. સંઘ સાથે ૫૦૦ ગાડાં, ૧૦૦ ઘોડા અને બહુ સંખ્યક પાયદળ હતાં, સ્થાન સ્થાન પર જૈન શાસનની મહાન પ્રભાવના કરત સંઘ સંખેશ્વરજી પહોંચ્યા, ત્યાં પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુની યાત્રા મહાપૂજા, ધ્વજારોપણાદિ શુભ કાર્ય કરીને મુસલમાન સૂબેદારની સહાયતા તથા અધિષ્ઠાયક દેવના સાન્નિધથી સમસ્ત શ્રીસંઘ ગિરિરાજ શ્રી શત્રુંજયની તળેટી (પાલીતાણા)માં આવ્યું, ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સમારેહ પૂર્વક યાત્રા પૂજા કરી અને આષાઢ વદિ ના જ સમસ્ત સંઘે પરમપુનીત ગિરિરાજની યાત્રા કરી તીર્થપતિ પરમ તારક વતરાગ પરમાત્મા શ્રી આદિનાથ સ્વામીનાં ભકિતસિક્ત હદયે દર્શન કરી ભવ્ય એ સ્વજન્માંતરના મિથ્યાત્વાધિકારને દૂર કરી અનિર્વચનીય આનંદને અનુભવ કર્યો.
આ ઉપર્યુકત સંઘમાં ઘણું ખરા એવા પણ શ્રાવકે હશે કે જેણે સર્વ પ્રથમજ આ અતિઉત્તમ તીર્થભકિતને લાભ પ્રાપ્ત કર્યો હશે. પિતાના પરમ આરાધ્ય દેવને નિહાળી ક્યા માણસને અવર્ણનીય આનંદ ન થાય ? એવા માણસના હૃદયમાં જે અતિ વિશુદ્ધ ભાવનાઓને ઉદ્દભવ થાય છે તે અન્ય શ્રદ્ધા વિહીને સંભવ નથી જ.
આ યાત્રા કરતાં શ્રીજિનકુશલસૂરિજી મહારાજની માનસિક પરિસ્થિતિમાં ખૂબજ પરિવર્તન થયું હતું, પ્રભુની ભવ્ય પ્રતિમાના શુભ દર્શન કરી હૃદયમાં ઉચ્ચશ્રેણિની ભાવનાઓને પ્રવાહ વહેવા લાગે જે સર્વથા સ્વાભાવિક છે. પોતાની ઉત્કૃષ્ટ વિચારધારાને તરતજ એક સ્થાન પર કેન્દ્રિત કરી સ્વસૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com