________________
સ્થાનીય સંઘ તેમજ પાટણ, પાલનપુર, વીજાપુર, આશાપલ્લી આદિ નગરોના શ્રાવકેએ એકત્રિત થઈ શાસન શોભામાં અભિવૃદ્ધિ કરી અને ત્રણ દિવસ લગી અમારી ઉ૬ષણ કરવામાં આવી હતી. આચાર્ય શ્રીજિનકુશળસૂરિજી મહારાજના તત્વાવધાનમાં આ સમારેહ હિન્દુ રાજ્ય કાલની માફક ચિત્તમાં આચર્ય ઉત્પન્ન કરે એ હતો.
ત્યાર પછી સૂરિજી મહારાજ સાચારના શ્રીસંઘની ભકિતપૂર્ણ વિજ્ઞપ્તિથી ત્યાં પધાર્યા. શ્રીસંઘે ભાવભીના સમારેહ સાથે પ્રવેશેલ્સવ કરી મહાવીર પ્રભુના દર્શન કરાવ્યાં, અહિં માસકલ્પવ્યતીત કરીને લાટહૂદનામના સ્થાને પધાર્યા, ત્યાં પણ સંઘના ભાવભીના સ્વાગત પૂર્વક શ્રી મહાવીર ભગવાનને વંદન કરી ૧૫ દિવસ સુધી ધર્મોપદેશ દ્વારા જૈનશાસનની મહતી પ્રભાવના કરીને અનુક્રમે બાડમેર પધારી આદિનાથ પ્રભુનાં દર્શન કર્યા, અને સંઘના અત્યાગ્રહથી ચોમાસું પણ ત્યાંજ યાપન કર્યું, અગેજ ચૈત્યવંદનકુલકવૃત્તિ નામક અમૂલ્ય ટીકાગ્રન્થની રચના કરી જે સુરતથી પ્રકટ પણ થઈ ચૂકયું છે.
સંવત ૧૩૮૩ પિષ સુદિ ૧૫ ના દિને શા. પ્રતાપસિંહ આદિસ્થાનીય શ્રાવકના આગ્રહથી જેસલમેર, લાદ, સત્યપુર, અલ્હાદનપુર આદિના શ્રાવકેની સમક્ષ અમારી ઘોષણા પૂર્વક ઉપસ્થાપના (વડી દીક્ષા), માલારોપણ, સમ્યફચ્ચરણ પ્રભૂતિ ગત ગ્રહણ નિમિત્તે નદીમહેન્સ સમ્પન્ન થયાં, એજ વર્ષે જાહેર શ્રીસંઘની અનુરાધપૂર્ણ વિનંતિ પર ધ્યાન આપી સૂરિજી મહારાજ બાડમેરથી વિહાર કરી લવણખેટક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com