________________
૪પ
આવ્યાં, ત્યાંના સંઘ સારૂં સન્માન કર્યું, અને સૂરિજીએ સ્વહસ્તે પ્રતિષ્ઠિત થયેલાં પ્રભાવ પૂર્ણ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનાં દર્શન વંદન કર્યા. સમય થડે હેવા છતાં પણ સંઘની અત્યાગ્રહ પૂર્ણ નમ્ર વિનંતિને માન આપી સૂરિજી ૧૫ દિવસ ત્યાં રહ્યા. આપને વિરાજવાથી અનેક ધર્મ કાર્યો થયાં એટલે ધર્મ પ્રભાવના સારી થઈ. અત્રે પ્રાસંગિક રૂપે એક વસ્તુ અમારે ખાસ બેંધવી જોઈએ અને તે એ કે એ વખતે જેસલમેર ખરતરગચ્છની પરંપરાનું પ્રધાન કેન્દ્ર ગણવામાં આવતું હતું. અને વર્તમાનમાં પણ આંશિક રીતે છે. અહીંના પ્રાચીન જ્ઞાન ભંડારામાંના ઘણયેની સંસ્થાપના ખરતરગચ્છના આચાર્યોએ કરી અને મુનિઓએ સ્વશ્રમ વડે પિતાના ઘણું લખેલા ગ્રન્થ આયા, લખ્યા અને લખાવી જ્ઞાન શ્રીની અભિવૃદ્ધિ કરી. આજે વિશ્વમાં પ્રાચીન તાડપત્ર અને કાગળ પરના ગ્રન્થોની સંખ્યા અધિક પ્રમાણમાં જે મળે છે તે અત્રેની જ છે, ભારતીય સાહિત્યની તમામ શાખાઓના સાહિત્યિક ગ્રન્થ આ ભંડારે જ સાચવી રાખ્યા છે, એ કહેવું વધુ પડતું નથીજ.
ઉચ્ચનગર અને દેવરાજપુરના શ્રાવકે એ જેસલમેરમાં સૂરિજી મહારાજ પાસે પુનઃ શીધ્ર પધારવા વિજ્ઞપ્તિ કરી, ત્યારે તે સંઘના અનુરોધને લઈગ્રીષ્મઋતુ (ભર ઉન્હાળા)ના દિવસે હેવા છતાં પણ રેગીસ્તાન ઓળંગી ઈસમિતિ આદિનું યથાવત્ પાલન કરતા કરતા ઉષ્ણતાદિ ઘેર પરીષહ વેઠી રેતાળ મહાસમુદ્રને પત્તનના રાજમાર્ગની માફક સહેલાઈથી પાર કર્યો અને દેવરાજપુર આવ્યા, ત્યાં પોતાના હાથે પ્રતિષ્ઠિત કરેલ ઋષભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com