________________
૫૪ ચતુર્વિધ સંઘની સમક્ષ મિસ્યા દુષ્કત આપી સ્વયમેવ અનશન પ્રહણ પૂર્વક મડામાંગલ્યકારી પંચ પરમેષ્ઠિના ધ્યાનમાંતલ્લીન જઈ બે પ્રહર રાત્રિ વ્યતીત થયે આ ક્ષણભંગુર ભૌતિક શરીરને ત્યાગ કરી સ્વર્ગને મહામાર્ગ સ્વીકાર કરી લીધું. કીવાવરે નિવેસર” લખ્યું છે, અમારા મંતવ્ય પ્રમાણે આ તિથિ ઠીક છે. સંભવ છે કે લેખકની ભૂલને કારણે મને બદલે બમાસ લખાઈ જવાથી આ બ્રાતિ ફેલાઈ હોય ? સમયસુન્દરજી તથા તેથી પ્રાચીન પટ્ટાવલિઓ પણ પાંચમનું જ એક સ્વરથી સમર્થન કરે છે. એમાં તે આઠ દિવસના અનશનને પણ ઉલ્લેખ છે. અત: આઠ દિવસનું અનશન માઘ શુદિ ૧૩ સે આરંભળ્યું હોય તે ફાગણ વદ પાંચમનાજ, નહિં કે તેનાથી આગળ, સમાપ્ત થાય છે. (મૂળલેખક)
(આ સ્થળે અમારે નેધવું જોઈએ કે બૃહદ્ગુર્નાવલી તથા દેવનાદિ લિખિત ૧૬મી સદીની પટ્ટાવલી આદિના ઉપરોકત લખાણ મુંજબ પાંચમને જ ઠીક માનતાં વાંધો એ આવે છે કે આવા મહાન શાસન પ્રભાવક આચાર્ય મહારાજની સ્વર્ગતિથિ તપશ્ચર્યાદિ દ્વારા ઉજવવાની પ્રવૃત્ત કાંઈ સાવ આધુનિક તે નજ હેય, અસલથી જ ચાલુ થએલ હેવી જોઈએ. જે આ વાત બરાબર હોય તે પછી તે સમયથી તે સર્વત્ર પાંચમની પ્રવૃત્તિ પ્રવૃત્ત થએલ હેવી જ જોઈએ, તેને સમૂલ પલ્ટાવીને સાવ નિમલ અમાવસ્યાની પ્રવૃત્તિ થઈ જવામાં કારણ શું માનવું ? તે વાત મગજમાં બેસતી નથી. કોઈ એકાદ વ્યકિતના ભૂલ ભર્યા લખાણ માત્રના આધારે અસલથી ચાલતી આવેલ સાર્વત્રિક પ્રવૃત્તિનું સાવ નિમેલન થઈ જવું કોઈ પણ રીતે શાક્ય લાગતું નથી. - લેખકની ભૂલ થવાનું કારણ માનીએ તે પણ વિચારવાનું કેપ્રાચીન લિપીમાં “શ અને “ને ભેદ સાવ નહીં જ હોય છે. જેથી “શના બદલે જ વંચાઈ જવું કંઈ કઠણ નથી. એટલે બૃહદ્દ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com