________________
સંવત ૧૩૮૫માં ઉચ્ચપુર, બહિરામપુર, કયાસપુર આદિ અનેક સ્થાનેના ખરતરગચ્છ વિધિસમુદાયની વિદ્યમાનતામાં ફાગણ સુદિ ૪ના રોજ શ્રીજિનકુશલસૂરિજી મહારાજાએ ઉપર ઉહિલખિત નવદીક્ષિત ક્ષુલ્લક અને સુલ્લિકાઓને વડી દીક્ષા આપી તથા કમલાકર ગણિને વાચનાચાર્ય પદથી નવાજ્યા, ૨૦ શ્રાવિકાઓએ માળા ગ્રહણ કરી તથા અનેકે શ્રાવક શ્રાવિકાઓએ વિવિધ વ્રત લીધાં.
વિ. સં. ૧૩૮૬માં બહિરામપુરના ખરતરગચ્છીય વિધિસંઘના વિશેષ આગ્રહથી સૂરિજી મહારાજ પિતાની સુયોગ્ય શિષ્યમંડળી સાથે વિહાર કરી બહિરામપુર આવ્યા, શાહ મામા, દેદા, ધીર, રૂપાદિ સ્થાનીય ગૃહસ્થાએ યુગપુરૂષનો ભવ્ય પ્રવેશત્સવ કરી શાસનની સેવા કરી.
સૂરિજી મહારાજે અહિં ભગવાન પાર્શ્વનાથ સ્વામીના જિનાલયમાં પ્રભુપ્રતિમાના દર્શન વંદનર્યા, જ્યારે ગુરૂમહારાજ કઈ પણ મેટા નગરની આજુબાજુ વિહાર કરતા ત્યારે - તબ્રિકટવર્તી ગ્રામવાસી શ્રાવકેનાં ટોળે ટોળાં દર્શન માટે
આવતાં, તદનુસાર અહિ અને કે ભાવુક જ ગુરૂદેવના દર્શનાર્થ
આવેલાં, તેઓની ભક્તિ સ્થાનીય વિધિસંઘ તથા કંવલા. - આદિ ઈતર ગચ્છના ગૃહસ્થ પણ સારી રીતે કરતાં. ' કયાસપુરીય ખરતર સંઘના બળવત્તર આગ્રહથી જ્યારે સૂરિજી મહારાજ તે તરફ આવતા હતા ત્યારે રસ્તામાં શિલારબહણ નામના ગામમાં ત્યાંના ગૃહસ્થો મુસલમાન શાસકને સાથમાં લઈ આચાર્ય મહારાજની સામે આવ્યા અને વિવિધ વા
નીવનિ સાથે બહિરામપુરની માફક જ પુરપ્રવેશનું સ્વાગત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com