________________
૨૯
પ્રતિભા વડે તરતજ નવીન કેમાં ભગવાનની સ્તવના કરવાં માંડી. એટલું તે દરેક માણસે સ્વીકાર કરવું જ પડશે કે જ્યારે કઈ પણ માણસ પવિત્રતમ સ્થાનમાં પહોંચી જાય છે ત્યારે તેના હૃદયની પરિસ્થિતિની વાત તો કોણ કરે? પરંતુ થેડી ક્ષણે માટે આખાએ જીવનમાંજ આમૂલ પરિવર્તન થઈ જાય છે. જ્યાં જ્યાં એવા મહાન પુરૂષાએ પિતાના જીવનને બહુમૂલ્ય ભાગ ગાળી કેવળ માનવ સંસ્કૃતિ જ નહીં, પણ પ્રાણીમાત્રના સુખની ગંભીર ગષણ કરી છે, એવી જગ્યાએ ભાવનાશીલ વ્યકિત પહોંચવાથી આખુંચે એમનું કાર્ય આદર્શ આ સામે નાચવા લાગે છે, જેમાંચ થઈ જાય છે, સારૂંએ સંસાર શૂન્યવત્ અવભાસે છે. | મુનિઓએ પિતાની ચિરકાળની ભાવના પ્રભુની ભાવપૂજા કરીને શાન્ત કરી ત્યારે શ્રાવકવર્ગે દ્રવ્ય અને ભાવપૂજાઓ વડે પિતાની ભક્તિ યત્કિંચિત રૂપેણ વ્યકત કરી તેમાં સર્વ પ્રથમ સંઘપતિ શેઠ રપતિએ સપરિવાર પ્રભુના નવાગેની સ્વર્ણમુદ્રાઓ વડે પૂજા-અર્ચના કરી, ત્યાર પછી અન્ય મહદ્ધિક શ્રાવક સમુદાયે પણ સ્વશકિત અનુસારે પૂજાને લાભ લઈ નર જન્મની સફળતા માની. એજ દિવસે સૂરિજીએ શ્રીયુગાદિદેવ સમક્ષ યશભદ્ર અને દેવભદ્ર નામક ક્ષુલ્લકેને દીક્ષા આપી.
જ્યારે આવા વિશાળ શ્રીસંઘનું આગમન પાદલિપ્તપુર (પાલીતાણા)માં થયું ત્યારે અહીં રાજા મહિપાલનું આધિપત્ય હતું એમ યુગપ્રધાનાચાર્યગુર્નાવલિથી ફલિત થાય છે, સંઘવી મહદયે સૌરાષ્ટ્રનરેશના અન્ય દેહ સમા શેઠ મખદે અને એમના નાના અન્ય તથા શ્રી શ્રીમાલ છજજલ કુલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com