________________
૧૭
શ્રીસંઘ પણ કલ્યાણકારક આજ્ઞાથી હર્ષોલ્લાસ વ્યકત કરે એ સર્વથા સ્વાભાવિક છે. આધ્યાત્મિક સંસ્કૃતિની દીવ્યજ્યોતિને કાયમ રાખનાર મહાપુરૂષેના આવા મહામાંગલ્યકારી કાર્યને શુભ સંવાદ કયા ગુરૂભક્તને પરમેસ્કૃષ્ટ આનંદના મહાસાગરમાં
લાં ન ખવરાવે? કારણ કે પ્રાચીન કાળમાં જેન સમાજમાં પૂજાનાં અનુશાસનનું પાલન ધયાનપૂર્વક કરવામાં આવતું હતું, ગચ્છનાયકની આજ્ઞાનું પરિપાલન મુનિ અને ગૃહસ્થ આદર પૂર્વક કરવામાં જ પોતાનું કલ્યાણ માનતા. ત્યારથી આવા પ્રકારની સંઘવ્યવસ્થાને લેપ થયે છે ત્યારથી જૈન શાસનની સાર્વભૌમિક ઉન્નતિમાં પણ ઘણું ઘણું બાધાઓ ઉપસ્થિત થઈ છે અને થઈ રહી છે અસ્તુ.
શ્રી રાજેન્દ્રચંદ્રાચાર્યો પૂજ્યશ્રીગુરૂદેવની આજ્ઞાનુસાર વાચનાચાર્ય શ્રીમુશલકીતિ ગણિને પરમતારક વીતરાગ પરમાત્મા શ્રી શાંતિનાથ સ્વામીના ચૈત્ય (મંદિરમાં) શ્રીસંઘ મક્ષસ અત્યન્ત વિશાળ માનવમેદિની સન્મુખ ધામધૂમ પૂર્વક જેનશાસનમાં પંકાયેલું એવું મહામૂલ્યવાન સૂરિપદ સમર્પિત કરી સ્વગીય આચાર્ય મહારાજ દ્વારા જ સૂચિત “શ્રીજિનકુશલસૂરિ" નામ ઘોષિત કર્યું.
આચાર્ય પદ સમયે આખુયે પાટણ નગર ધ્વજા-પતાકાઓ વડે શણગારવામાં આવ્યું, અનેક પ્રકારના વાજિ ના સુમધુર
સ્વરે ગુંજિત થઈ રહયા હતા, ભાટ અને બન્દીગણ બિરુદાવલી ઉચ્ચારણ કરી રહયા હતા, શ્રીસંઘની બાહુલ્યતોના કારણે વિસ્તૃત રાજમાર્ગ પણ સંકુચિત થઈ રહ્યો હતો, આજે શેઠ તેજપાલનું પરમ સૌભાગ્ય હતું કે જેના વેગે સ્વભુજ પાર્જિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com