________________
કરાવી, શા ધીણના પુત્ર ખેતસિંહાદિ શ્રાવકોએ ઈન્દ્રપદ, યુગાદિદેવ મુદ્દઘાટન, માલાગ્રહણ આદિ ધાર્મિક કાર્યોમાં પુષ્કળ દ્રવ્યનો સદ્વ્યય કરી આત્મકર્તવ્યને પરિચય કરાવ્યો.
આવું પવિત્ર તીર્થસ્થાન અને સુયોગ્ય ચારિત્રપાત્ર ગુરુને સુસંગ એ બે વસ્તુઓ દુર્લભ છે, અતઃ આ પ્રસંગે મિતી માગશર વદિ ૬ના રોજ ઘણયે શ્રાવકે સમ્યકત્વ ગ્રહણ. સમાયિક, પરિગ્રડ પરિમાણાદિ શ્રાવકેચિત વ્રત અંગીકાર કરી માનવજન્મની સફળતાના માર્ગ પર અપેક્ષાકૃત અગ્રસર થયા.
પ્રકરણું ત્રીજું
પર
રતવર્ષની રાજધાની દિલહીથી શ્રીમાલ જ્ઞાતીના શેઠ હરૂના પુત્ર સુશ્રાવક રય
પતિએ વિ. સં. ૧૭૮૦માં દિહીશ્વર
: સમ્રાટ ગ્યાસુદ્દીન તઘલખની રાજસભામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર પિતાના પુત્ર ધર્મસિંહ દ્વારા પ્રધાન મંત્રી શ્રીનેબ સાહેબની પૂર્ણ સહાયતાથી આ આશયનું એક શાહી ફરમાન (આજ્ઞાપત્ર) કઢાવ્યું કે “શેઠ રય પતિને સંઘ તીર્થયાત્રાના શુભ હેતુથી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાંની બધી પ્રાતીય સરકારો એમને આવશ્યક સગવડે પૂરી પાડવા વડે દરેક દરેક રીતે સહાયતા કરે અને સંધની તીર્થયાત્રામાં કોઈપણ પ્રકારનાં વિધ્રો અને બાધાઓ ન આપે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com