________________
સંપન્ન વિદ્વાન હતા. કે જેમની પાસે શ્રીજિનચંદ્રસૂરિજી
શ્રી રાજેન્દ્રચંદ્રસૂરિ દિવાકરાચાર્ય રાજશેખરાચાર્ય વાચક જેનું વર્ણન અત્રે બીજા પ્રકરણમાં આપ્યું છે. આ વાચનાચાર્યની કૃતિઓમાંથી સમ્યક્ત્વ પર નરવર્મચરિત્રની ૧૩૮ પત્રની પ્રાચીન પ્રત-શ્રી વિજય ધર્મસૂરીજી જ્ઞાન મંદિર આગરામાં સુરક્ષિત છે, પુણ્યસારકથા (પ્રકાશિત શ્રી િદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર કુંડ સૂરત) સંવત ૧૩૩૪ જેસલમેરમાં રચિત ઉપલબ્ધ છે. ઉપરની બન્નેય કૃતિઓ વાચનાચાર્યની પ્રતિભાના મહાન સૂચક છે. સંસ્કૃતાદિ દરેક ભાષાઓ પર આપને સમાનાધિકાર પ્રશંસનીય હતો.
૧ શ્રીજિનચંદ્રસૂરિએ સં. ૧૩૪૭ જેઠવદિ સાતમે ભીમપલ્લીમાં આપને દીક્ષા ગ્રહણ કરાવી હતી, ઉપાધ્યાય શ્રીવિવેકસમુદ્રગણિ પાસે આપે વ્યાકરણ, તર્ક, ન્યાય, અલંકાર, જ્યોતિષ અને સ્વપર સિદ્ધાંતનુ તલસ્પર્શી અધ્યયન કર્યું હતું, વિ. સં. ૧૯૭૩માં જ્યારે આચાર્યવર્ય શ્રીજિનચંદ્રસૂરિજી દેવરાજપુર(દેરાઉ૨)માં હતા ત્યારે ત્યાંથી શેઠ વીસલ અને મહણસિંહને પાટણ મેકલી ત્યાંથી બે લાવ્યા ત્યારે ઉપાધ્યાયજીએ પુણ્યકીર્તિને સાથે દઈ આપને આચાર્યશ્રી પાસે પાઠવ્યા, આચાર્ય મહારાજે આપને નિતિ મૃગશિર કૃષ્ણ ના રોજ આચાર્ય પદ સમર્પણ કર્યું હતું.
૨ આચાર્ય શ્રીજિનપ્રબેધસૂરિજીએ જાહેરમાં વિ. સં. ૧૩૩૧ ફાગણ શુદિ ૫ ના રોજ આપને દીક્ષા આપી સ્થિરકીર્તિ નામથી પ્રસિદ્ધ કર્યા, વિ. સં. ૧૩૪૪ માગશર સુદિ ૧૦ ને જાલેરના મહાવીરત્યમાં શ્રીજિનચંદ્રસૂરિજીએ આચાર્યપદ આપી દિવાકરાચાર્ય નામથી પ્રષિત ક્ય.
૩ આપે વિ. સં. ૧૩ ૧૪ ચૈત્ર સુદી ૧૪ ના રોજ શ્રીજિનેપરસૂરિજી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. સં. ૧૩૪૧ વૈ. સુ. ૩ ને દિવસે શ્રીજિનપ્રબોધસૂરિજીએ જાહેરમાં વાચકપદ આપ્યું અને વિ. સં. ૧૩૬૪ વૈશાખ વદિ ૧૩ ને જ જાલોરમાં જ શ્રીજિનચંદ્રસૂરિજીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com