________________
દીક્ષા
| વિ. સં. ૧૩૪૭ ફાગણ શુદિ ૮ શુભ મુહૂર્તમાં શ્રીજિનચંદ્રસૂરિજીના કરકમલો દ્વારા ધામધૂમ પૂર્વક કરમણકુમારે દિક્ષા અંગીકાર કરી અને કુશલકીર્તિ નામ રાખવામાં આવ્યું. આ પ્રસંગે શ્રીદેવવલ્લભ તથા ચારિત્રતિલક સાધુ અને રત્નશ્રી સાદીની દીક્ષા તથા માલારોપણ આદિ સુકાર્યો થયાં, સાથે સાથે ચોહાણ શ્રી મેશ્વર મહારાજ દ્વારા કરાવેલા વિસ્તૃત પ્રવેશ મહત્સવ સહિત શ્રી શાંતિનાથ સ્વામીની
સ્થાપના પણ સા. બાહુડ. ભાભીમા. ભાં. જસિંહ ભાં. ખેતસિંહ દ્વારા નિર્માપિત ચૈત્યમાં કરવામાં આવી.
વિદ્યાધ્યયન તે સમયમાં આચાર્યવર્ય શ્રીજિનચંદ્રસૂરીશ્વરજીને શિષ્ય સમુદાય બહેળા પ્રમાણમાં હતું. જેમાં ઉચ્ચકોટિના વિદ્વાન અને ગ્રન્થકાર પણ વિશેષ પ્રમાણમાં હતા. સંસ્કૃત પ્રાકૃ તાદિ ભાષાઓના પ્રકાંડ વિદ્વાન મુનિ પુંગની છત્રછાયામાં કુશલકીતિને વિદ્યાધ્યયન પ્રારંભ થશે. અધ્યાપકેમાં પ્રધાનપદે "વિવેકસમુદ્ર ઉપાધ્યાય વયેવૃદ્ધ ગીતાર્થ અને પ્રકાંડ પ્રતિભા
૧ આ ઉપાધ્યાયજીએ શ્રીજિનેશ્વરસૂરિજી મહારાજ પાસે વિ. સં. ૧૩૦૪ મિતિ વૈશાખ સુદિ ૧૪ના રોજ દીક્ષા ગ્રહણ કરી હતી. એજ આચાર્ય મહારાજે વિ. સં. ૧૩૨૩ બીજા શુદિ ૧૦ના રોજ જેસલમેરમાં વાચાનાચાર્ય પદથી અલંકૃત કર્યા, સં. ૧૩૪૨ વૈશાખ શુકલ ૧૦મી એ જાહેરમાં શ્રી મહાવીરચૈત્યમાં શ્રીજિનચંદસૂરિજીએ આપશ્રીને ઉપાધ્યાય પદ સમર્પિત કર્યું. સંવત્ ૧૩૭૯ ચેષ કૃષ્ણ ૧૪ પાટણમાં અનશન કરી જ્યેષ્ઠ શુદિ રના દિવસે સ્વર્ગવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com