________________
બપ્પભદિસૂરિજીનું જીવન-વૃત્તાન્ત, વાર્યો અને કહ્યું કે આપ નરમ પ્રકૃતિવાળા છે અને આ પર્વત તો ઘણે દૂર છે, વાતે ખોટી ખેચતાણ ન કરે. પરંતુ તે રાજા પોતાની પ્રતિજ્ઞામાં મક્કમ રહ્યો. સૂરિજીને સાથે લઇને સૈન્ય સહિત તે રૈવત ગિરિ જવા નીકળે.
પ્રયાણ કરતો કરતો આમ રાજા તમ્મન તીર્થે આવી પહોંચે એટલામાં તો સુધાથી તે એવો પીડિત થઈ ગયે કે તેના પ્રાણ પણ સંશયમાં આવી ગયા પરંતુ તે પ્રતિજ્ઞાથી ચળે નહિ. લેકે ભયભીત બની ગયા અને સૂરિજી પણ ખેદ પામ્યા. તેમણે કુષ્માડી (અંબિકા) દેવીને મંત્ર–બળથી સાક્ષાત્ બેલાવી અને કહ્યું કે એવું કરો કે
ઓ રાજા ભજન કરે અને જીવે. તદનુસાર તે દેવી મસ્તક ઉપર એક બિંબને ધારણ કરી ગગન-માગે થઈને રાજા પાસે આવી અને બોલી કે હે વત્સ ! હું અંબિકા દેવી છું અને તારા સત્વથી પ્રસન્ન થઈ છું. તે મને ગગનથી આવતી જોઈ છે. મેં રૈવતગિરિ ઉપરથી આ નેમિનાથનું બિંબ આપ્યું છે. તેને તું વંદના કરી પારણું કર એટલે તારી પ્રતિજ્ઞા જળવાઈ રહેશે. સૂરિજીએ પણ એ વાતને ટેકો આપે, તેથી રાજાએ ત્યાં ભોજન કર્યું અને પછીથી તે બિંબની ત્યાં સ્થાપના કરાવી. તે બિંબ સ્તબ્સન તીર્થમાં ઉજજયન્ત નામે ઓળખાય છે.
- ત્યાર બાદ આનન્દના વાદિત્ર વગડાવતો આમ રાજા વિમળાચળ (શત્રુંજય ગિરિ) ગ અને વૃષભધ્વજ (ઋષભદેવ)ના દર્શન કરી પવિત્ર થયે. કાલાન્તરે તે રૈવત ગિરિ પહોંચે તેવામાં તો તે તીર્થને દિગમ્બરોએ ફધી લીધું. દિગમ્બરોએ શ્વેતામ્બર સંધને ત્યાં પ્રવેશ કરતાં અટકાવ્યું છે એવી ખબર આમ રાજને મળતાં તે તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયે. તેવામાં દિગમ્બર સંપ્રદાયના અગ્યાર નૃપતિઓ પણ ત્યાં ભેગા થઈ ગયા. યુદ્ધ કરવા સજજ થયેલા બન્ને પક્ષોને સુરિજીએ કહ્યું કે ધર્મકાર્યમાં યુદ્ધ કરવું તે ઉચિત નથી. તેમણે દિગમ્બરેને સમજાવ્યા કે સૌરાષ્ટ્રવાસી દિગમ્બર તેમજ શ્વેતામ્બર પક્ષની પાંચ સાત વર્ષની સે સે કન્યાઓ બોલાવી સભા બોલાવવી અને તેમાં બધી શ્વેતામ્બર કન્યાઓ
“કિન્તરિ, વિલા ના નિષિા કક્ષા.
તે ધમાવઠ્ઠી, મરિદ્રને નમંસા છે ? .”—આર્યા આ પ્રમાણેની ગાથા બોલે તો આ તીર્થ શ્વેતામ્બરોનું જાણવું, નહિ તો તે દિગમ્બરોનું છે એમ માનવું.
સભા મળતાં સમગ્ર શ્વેતામ્બરની કન્યાઓ ઉપલી ગાથા બોલી એટલે અંબિકાએ જેતામ્બર સંઘના ઉપર પુષ્પવૃષ્ટિ કરી. (આ પ્રમાણે આ તીર્થ શ્વેતામ્બરોનું સિદ્ધ થયું અને વળી તે દિવસથી આ ગાથાને ચૈત્યવંદનમાં સમાવેશ કરવામાં આવે. ) રાજાએ
૧ છાયા
उजयन्त शैलशिखरे दीक्षा ज्ञानं नैपेधिकी यस्य । तं धर्मचक्रवर्तिनं अरिष्टनेमि नमस्यामि ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org