________________
જનસ્તુતયઃ]
चतुर्विंशतिका.
બ્લેકાર્થ માનસી દેવીની સ્તુતિ
નિર્મલ બન્યુજીવ (નામના પુષ્પ)ને સમાન કાંતિ છે જેની એવી પિતાની દેહ-લતા વડે ઉજજવલ, વળી રાજહંસ છે (વાહન) જેની પાસે એવી, વળી હણી નાંખ્યાં છે નહિ નમનારા શત્રુ-જનને જેણે એવી, નિર્ભય, તથા વળી જાજવલ્યમાન અગ્નિ છે શસ્ત્ર જેનું એવી તેમજ વળી શુભ અતિશયરૂપી ધાન્યની વૃદ્ધિ કરવામાં નિરૂપમ ક્ષેત્ર-દેવતાના સમાન એવી માનસી (દેવી) (હે ભો! તમારા) સંતાપકારક પદને હરો.”—પ૬
સ્પષ્ટીકરણ પદ્ય-ચમત્કાર–
આ પદ્યમાં પ્રથમનાં બે ચરણમાં છેવટના સાત સાત અક્ષરોની પુનરાવૃત્તિ નજરે પડે છે, જ્યારે બાકીનાં બે ચરણોમાં છેવટના છ છ અક્ષરોની પુનરાવૃત્તિ જોવાય છે. માનસી દેવીનું સ્વરૂપ–
ધ્યાન ધરનારાના મનને સાન્નિધ્ય કરે તે માનસી” એ માનસી શબ્દની વ્યુત્પત્તિ-અર્થ છે. આ એક વિદ્યા-દેવી છે. આ દેવી હંસના ઉપર આરૂઢ થાય છે. એ દેવીને ચાર હાથ છે. એના જમણા બે હાથ વરદ અને વજથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ તો જપમાલા અને વાથી શોભે છે. વિશેષમાં તે ધવલવણું છે. આ વાત નિર્વાણુ-કલિકા ઉપરથી જોઈ શકાય છે, કેમકે ત્યાં કહ્યું છે કે –
तथा मानसी धषलवर्णी हंसवाहनां चतुर्भुजां वरदवघ्रालङ्कृतदक्षिणकरामक्षवलयाशनियुकवामकरां चेति।" - આચાર-દિનકરમાં પણ આ પ્રમાણે આ દેવીનું સ્વરૂપ વર્ણવ્યું છે, પરંતુ ત્યાં એનો વર્ણ કનકસમાન બતાવ્યો છે. આ રહ્યો તે શ્લોક–
" हंसासनसमासीना, वरदेन्द्रायुधान्विता । मानसी मानसीं पीडां, हन्तु जाम्बूनदच्छविः॥"
–આચાર પત્રાંક ૧૬ર.
૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org