________________
જિનસ્તુતઃ ] चतुर्विंशतिका.
૧૦૭ શ્લેકાર્થ મહામાનસી ટવીની સ્તુતિ–
“જે (દેવી) ખર્શ, ઢાલ, રત અને શ્રીકમડળને હાથમાં ધારણ કરે છે, વળી જે પરાક્રમી શત્રુરૂપી વનોને બાળનારી છે, તેમજ કુંજર પ્રતિ યમરાજરૂપી એવા સિંહના ઉપર વારી કરનારી છે, તે, 'સામ (નીતિ)નો નહિ સ્વીકાર કરનારા એવા (શત્રુઓ) નો સંહાર કરનારી, તથા સૌદામિનીના જેવી પ્રકાશમાન, તેમજ માનની મર્યાદારૂપ (અર્થાત્ સૌથી વધારે માન પામેલી) એવી મહામાનસી (દેવી) મારી ખૂબ સંભાળ લે.”—૬૦
સ્પષ્ટીકરણ મહામાનસી દેવીનું સ્વરૂપ–
ધ્યાનારૂઢ મનુષ્યોના મનને વિશેષતઃ સાન્નિધ્ય કરે તે મહામાસી એ મહામાનસી શબ્દને વ્યુત્પત્તિ-અર્થ છે. આ પણ એક વિદ્યાદેવી છે. એનું સ્વરૂપ નિર્વાણ-કલિકામાં નીચે મુજબ આપ્યું છે –
"तथा महामानसीं धवलवर्णा सिंहवाहनां चतुर्भुजां वरदासियुक्तदक्षिणकरां कुण्डिकाफलक. ચુતવામાં ચેરિઅર્થા–ત્યાં કહ્યું છે કે આ દેવીને વર્ણ શ્વેત છે અને એને સિંહનું વાહન છે. વળી એને ચાર હાથ છે. એના જમણે બે હાથ વરદ અને તરવારથી શોભે છે, જ્યારે ડાબા બે હાથ કુડિકા અને ફલક(ઢાલ)થી શોભે છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે મહામાનસી દેવીને સિંહનું વાહન છે તેમજ તે એક હસ્તમાં તરવાર ધારણ કરે છે એ વાતને નિર્વાણ-કલિકા પણ ટેકો આપે છે. પરંતુ તે બીજા હસ્તમાં રત્ન ધારણ કરે છે, એ વાત નિર્વાણ-કલિકામાં નજરે પડતી નથી એ વિશેષતા છે, જો કે સ્તુતિ-ચતુર્વિશતિકા (પદ્યાંક ૨૮) તથા આચાર-દિનકર એ વાતની સાક્ષી પૂરે છે, કિન્તુ આચાર-દિનકર (પત્રાંક ૧૬૨)માં આ દેવીનું વાહન મકર છે એમ કહ્યું છે. આ રહ્યું તે પદ્ય.
"कर(फल?)खड्गरत्नवरदा-ट्यपाणिभृच्छशिनिभा मकरगमना । સFણ રક્ષff, નથતિ માનસી સેવા ”—આર્યા
૧ શાસ્ત્રમાં નીતિના (૧) સામ, (૨) દામ, (૩) દંડ અને (૪) ભેદ એમ ચાર પ્રકારો બતાવ્યા છે, તે પછી આ એક છે. વિશેષમાં અન્ય જનને સમજાવવાનો–તેની પ્રતિ લતા દૂર કરવાનો આ પ્રાથમિક તેમજ સર્વોત્તમ ઉપાય છે. આ વાતની પુષ્ટિમાં ઉપાધ્યાય શ્રીયશોવિજયજી પણ શ્રી વિનયવિજયજીકૃત શ્રીપાલ રાજાના રાસના ચતુર્થ ખંડની દ્વિતીય ઢાલ પછીના દેહરામાં કહે છે કે –“સામ હોય તો દંડ શ્યો, સાકરે પણ પિત્ત જાય.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org