________________
બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત, “
સુર વધાર્જ વસુઘાર વિનંતિ છે ?” અર્થાત બંનેના કપાળ અને કડછીને કાગડાઓ બગાડે છે.
આ સાંભળીને આમ રાજા અચંબો પામી ગયો અને વિચારવા લાગ્યો કે ખરેખર આ સર્વજ્ઞપુત્ર જ છે,
એક દિવસ ચિત્રકળામાં અતિશય પ્રવીણ એવો એક ચિતારો રાજા પાસે આવ્યો. તેણે વિવિધ ચિત્રો આલેખ્યાં, પરંતુ રાજાએ તે તરફ લક્ષ્ય આપ્યું નહિં. આથી તેણે આખરે મહાવીરસ્વામીનાં ચાર ચિત્રો કાઢીને સૂરિજીને બતાવ્યાં. સૂરિજીએ તેની કળાની પ્રશંસા કરી એટલે રાજાએ તેને એક લાખ ટંક આપ્યા. પછીથી તેણે આ ચાર ચિત્રોને મઢેરકમાં, અણહિલપુરમાં, ગપગિરિમાં અને સતારક નામના પુરમાં મોકલી આપ્યાં. ત્યાં તેણે પ્રતિષ્ઠા તથા પ્રભાવના પણ કરાવી અને વળી બીજા પણ ઘણાં બિંબ કરાવ્યાં.
કાલાત આમ રાજાને ત્યાં સુલક્ષણ પુત્રને જન્મ થયો. રાજાએ તેને મહોત્સવ કર્યો અને તેનું દુન્દુક એવું નામ પાડયું. આ પણ યુવાન થતાં તેના પિતાની જેમ સર્વ ગુણે પ્રાપ્ત કરી સારી પ્રસિદ્ધિ પામ્યું. એક વખત આમ ભૂપાલે સમુદ્રસેન રાજાના રાજગિરિ નામના દુર્ગ કિલ્લા)ને રૂ. અપરિમિત સૈન્ય, કુદ્દાલકાદિક સામગ્રી, ભૈરવાદિ યત્ન-ભેદ વિગેરે ઉપાયે રાજાએ અજમાવી જોયા, પરંતુ તે દુર્ગ તે સર કરી શકે નહિ. આથી ખેદ પામીને તે રાજાએ સૂરિજીને પૂછયું કે આ ગગનરપશ દુર્ગ હું ક્યારે જીતી શકીશ ? સૂરિજીએ કહ્યું કે તારા પુત્ર દુદુકનો પુત્ર ભેજ આ દુર્ગને દૃષ્ટિમાત્રથી ચૂર્ણ કરી નાખશે; બાકી તેમાં બીજાનું કંઈ વળવાનું નથી. આથી આમ રાજા ત્યાં બાર વર્ષ સુધી પડાવ નાખીને રહ્યો. તેવામાં દુન્દુકને ઘેર પુત્ર જન્મ્યો અને તેનું ભેજ એવું નામ પાડવામાં આવ્યું. તેને જન્મ થતાં જ તેને નાના પલંગમાં સુવાડી દુર્ગ આગળ લાવવામાં આવ્યું. તેની આ દુર્ગ તરફ દૃષ્ટિ પડતાં એના કકડે કકડા થઈ ગયા. સમુદ્રસેન રાજા ધર્મ-દ્વારથી બહાર નીકળી ગયે. આમ રાજાએ તે દુર્ગ હાથ કર્યો, પરંતુ તેણે પ્રજાને કોઈ પણ રીતે પીડા કરી નહિ; કેમકે જૈન રાજર્ષિઓ દયાળુ હોય છે. - રાત્રિ સમયે ત્યાંના અધિષ્ઠાયક વ્યન્તરે આમ રાજાને કહ્યું કે હે રાજન! જો તમે અહિં રહેશે, તો હું તમારા લોકોને હણી નાખીશ. આમે પ્રત્યુત્તર આપ્યો કે લોકોને હણવાથી તમને શો લાભ છે ? જે તમારી હણવાની ઈચ્છા હોય, તો તમે મને જ હશે. આ પ્રમાણેની રાજની નિર્ભયતા જોઈને બેન્તર ઘણો ખુશી થશે અને જે ઇચ્છા હોય
જોન કેન્દ્ર = = === "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org