Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૩૧
નવ તત્ત્વ બંને નિર્જરામાં ભાવ અથવા સકામ નિર્જરા શ્રેષ્ઠ છે.
તે નિર્જરાતત્ત્વ, બાર પ્રકારના તપના ભેદ કરી કહે છે. એટલે બાર પ્રકારનો તપ કરવાથી અનાદિ સંબંધ સર્વ કર્મો છૂટા પડે છે. તેને જ નિર્જરાતત્ત્વ કહે છે.
બાર પ્રકારના તપથી કર્મોની નિર્જરા થાય છે. તે તપના બે ભેદ છે. એક બાહ્ય તપ અને બીજો આત્યંતર તપ.
છ પ્રકારનાં બાહ્ય તપ કહે છે. ૧ અનશન - આહારનો ત્યાગ, ૨ ઉણોદરી - ન્યૂનતા કરવી - ઉપકરણ અથવા આહાર પાણીમાં ઓછું કરવું, ૩ વૃત્તિસંક્ષેપ - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આજીવિકાનો સંક્ષેપ કરવો એટલે અભિગ્રહ તથા નિયમાદિક ધારવા. ૪ રસપરિત્યાગ - વિગયાદિક સારા સારા રસનો ત્યાગ. ૫ કાયકલેશ – તપ, લોચાદિક શારીરિક કષ્ટનું સહન કરવું. ૬ પ્રતિસંલીનતા - અંગ ઉપાંગનું સંવરવું ગોપન કરવું. એ છ પ્રકારનો બાહ્ય તપ તે સર્વથી તથા દેશથી એવા બે ભેદ જાણવો. જે કષ્ટને મિથ્યાત્વીઓ પણ તપ કરી માને છે, જેને લોક પણ દેખી શકે છે (જેથી કષ્ટ ઘણું ને લાભ અલ્પ તે અત્યંતર તપની અપેક્ષાએ થાય) અને બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો.
છ પ્રકારના અત્યંતર તપ કહે છે. ૧ પ્રાયશ્ચિત - કરેલા અપરાધની શુદ્ધિ કરવી, કપટ રહિતપણે લાગેલા દોષ ગુરૂ આગળ પ્રગટ કરી તેની આલોયણા લેવી. ૨ વિનય - ગુરૂઆદિકની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી. ૩ વૈયાવચ્ચ - અન્ન, પાણી, વસ્ત્ર તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા - ભક્તિ કરવી. ૪ સક્ઝાય - ૧ પોતે ભણવું, શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું, ૨ સંદેહ પડવાથી