Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
નવ તત્ત્વ
૨૯
ઉત્કૃષ્ટથી અઠ્ઠમ એવો તપ કરે અને શીત કાળે જઘન્યથી છઠ્ઠ, મધ્યમથી અઠ્ઠમ અને ઉત્કૃષ્ટથી ચાર તથા વર્ષાકાળે જધન્યથી અઠ્ઠમ, મધ્યથી ચાર અને ઉત્કૃષ્ટથી પાંચ કરે, પારણે આયંબિલ કલ્પસ્થિતપણે નિત્ય કરે. એમ છ મહિના તપ કરે, તે પછી ફરી ચાર તપસ્યાના કરનાર તે વૈયાવચ્ચીયા થાય અને વૈયાવચ્ચ કરનાર તપિયા થાય તે પણ છ માસ લગી તપ કરે, તે વાર પછી ગુરૂ વાચનાચાર્ય છ માસ લગી તપસ્યા કરે તે વારે તે અઢાર મહિના સુધી તપ સંપૂર્ણ કરી પછી જિનકલ્પ આદરે અથવા ગચ્છમાં પણ આવે. એ તપ જે પ્રથમ સંઘયણી, પૂર્વધર લબ્ધિવંત હોય તે પ્રચુર કર્મની નિર્જરા અર્થે અંગીકાર કરે. એ ચારિત્ર પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા તીર્થંકરના તીર્થમાં હોય. એ પરિહાર વિશુદ્ધ ચારિત્રનો સંક્ષેપથી વિચાર કહ્યો.
ચોથું સૂક્ષ્મસંપરાય ચારિત્ર-સૂક્ષ્મ છે કષાય જ્યાં તેને સૂક્ષ્મસંપરાય ચારિત્ર કહીએ. તે ઉપશમશ્રેણીએ કર્મ ઉપશમાવતાં અથવા ક્ષપકશ્રેણીએ કર્મ ખપાવતાં હોય ત્યાં નવમે ગુણઠાણે લોભના સંખ્યાતા ખંડ કરી તેને ઉપશમ શ્રેણીવાળો જે હોય તે ઉપશમાવે તથા ક્ષપકશ્રેણીવાળો હોય તે ખપાવે, તે સંખ્યાતા ખંડ માંહેલો જે વારે છેલ્લો એક ખંડ રહે તેના અસંખ્યાતા સૂક્ષ્મ ખંડ કરીને દશમે ગુણઠામે ઉપશમાવે અથવા ક્ષપક હોય તે ખપાવે, તે દશમા ગુણઠાણાનું નામ સૂક્ષ્મસંપરાય અને ચારિત્ર્યનું નામ પણ સૂક્ષ્મસંપરાય જાણવું. એ ચારિત્ર બે ભેદ છે, એક શ્રેણી ચઢતાને વિશુદ્ધ માનસિક હોય. બીજો ઉપશમ શ્રેણીથી પડતાને સંકિલષ્ટમાનસિક જાણવું. એ ચારિત્ર આખા સંસારમાં એક જીવને વધુમાં વધુ નવ વાર અને એક ભવમાં વધુમાં વધુ ચાર વાર આવે. પાંચમું યથાખ્યાત ચારિત્ર તે જ્યાં તથાવિષે કરીને અકષાયપણું અર્થાત્ જ્યાં સંજ્વલનાદિકે કરી સર્વથા રહિતપણું કહીએ. તે યથાખ્યાત ચારિત્ર જાણવું. તેના બે ભેદ છે. એક
-