________________
ૐ
પ્રકરણ ૧ લું.
ખધી તેના તરફથી મળી હાય એવા ડાળ રાખતા હતા. લાઇવે આ દૃષ્ટાંતનુ અનુકરણ કર્યું, સને ૧૭૫૭ માં તેણે સ્વસત્તાથી બંગાળા છૂટ્યું હતું, તે પણ સને ૧૭૬૫ માં તેણે મેગલ બાદશાહ પાસેથી બંગાળાની દીવાનગિરી ઇસ્ટ ઇન્ડિયા કૅમ્પતીને માટે મેળવી. આવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીને એક વ્યાવહારિક પદવી મળી; અને આઠ વરસ ઉપર જીતી લીધેલા ઇલાકાને રાજ્યવહીવટ હવે તેમણે પ્રબ ધપુરઃસર હાથમાં લીધા. તે સિવાય રાજ્યવહીવટના દીવાની અને લશ્કરી ખાતામાં લાર્ડ ક્લાઇવે કેટલાક સુધારાદાખલ કર્યાં. સને ૧૭૬૭ માં તેણે છેવટને માટે આ દેશ છેડા.
પણ તેના રાજ્યવહીવટની યાજતા નિષ્ફળ નીવડી. નવાબ અને કમ્પનીના બેવડા અમલમાં લાક ઉપર જુલમ ખૂબ થયા; ઉપજ આવી શકી નહિ અને ૧૭૭૦-૭૧ માં એક ભયંકર દુષ્કાળે બંગાળાની વસ્તીના ત્રીજા ભાગને યમપુરીમાં મોકલી દીધી.
મદ્રાસ
મદ્રાસમાં બ્રિટિશ સત્તાધારીઓ હૈદરઅલ્લીની સાથે લડાઇમાં ઉતરી પડયા હતા. આ હૈદરઅલી અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં હિંદુસ્તાનમાં નિર તિશય સામર્થ્યવાળા સેનાપતિ હતા. હૈદરે કર્ણાટકને ઉજ્જડ કર્યું, અને મદ્રાસથી થોડે છેટે પડાવ નાંખ્યા. મદ્રાસની રાજ્યસભા ભય પામી અને તે ભયંકર દુશ્મન સાથે સને ૧૭૬૯ માં એકદમ સલાહ કરી.
.
આ અરસામાં, સને ૧૭૭૩ માં બ્રિટિશ પાર્લમેન્ટે હિંદની સ્થિતિ સુધારવા માટે રેગ્યુલેટિંગ એટ ' એ નામના એક કાયદો પસાર કર્યો. આ કાયદાથી હિંદુસ્તાનના કમ્પનીના રાજ્યને પાર્લમેન્ટથી હકપત્ર મળ્યું અને કમ્પનીના સર્વ મુલકા ઉપર દેખરેખ રાખવાની સત્તા સાથે-ગવર્નર જનરલ– એ પદવીથી એક જગા સ્થાપી. આ વખતે વૌરન હેસ્ટિંગ્સ બંગાળાના ગવનર હતા, તેજ સને ૧૭૭૪ માં હિંદુસ્તાનને પહેલા ગવર્નર જનરલ થયા.