Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 13
________________ ભિક્ષુલાત્રિશિકા/પ્રસ્તાવના તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી વ્યક્ત કરેલ છે. નાદુરસ્ત તબિયતને કારણે જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું બન્યું અને પ્રજ્ઞાધન સુશ્રાવક પં. શ્રી પ્રવીણભાઈ પાસે યોગવિષયક અને અધ્યાત્મવિષયક સંવેગ-વૈરાગ્યવર્ધક ગ્રંથોના વાચનનો સુંદર સુયોગ પ્રાપ્ત થયો, તેના દ્વારા આંશિક સંવેગના આસ્વાદની અનુભૂતિ થવાથી ચિત્તની પ્રસન્નતા જળવાઈ રહેલ છે. પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારશ્રીની કૃપાથી પ્રસ્તુત ભિક્ષુબત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો આ પ્રયાસ યત્કિંચિત્ સફળ થયો છે. આ ભિક્ષુબત્રીશીના સંકલન-સંપાદન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય, તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય કે તરણતારણ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અનાભોગથી ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધ “ મિચ્છા મિ દુક્કડ” માંગું છું અને શ્રુતવિવેકીજનો તેનું પરિમાર્જન કરે તેવી વિનમ્ર પ્રાર્થના છે. પ્રાંતે ભાવભિક્ષુ બનવાની પ્રાપ્તિ માટે કરાયેલ આ પ્રયાસ સ્વ-પર ઉપકારક બને અને આ આલેખન કાર્ય અનુભવમાં પલટાય; વળી ગ્રંથકારશ્રીએ અંતિમ શ્લોકમાં કહ્યું કે “ભાવભિક્ષુના અનંત ગુણોમાંથી કેટલાક ગુણો પ્રસ્તુત ભિક્ષુબત્રીશીમાં કહ્યા, વળી સમ્યભાવન કરાતા આ ભાવભિક્ષુના ગુણો પરમાનંદની સંપત્તિ માટે થાય છે. તેથી ભાવભિક્ષુ બનવાની અર્થી એવી હું અને ભાવભિક્ષુ બનવાના અર્થી સૌ કોઈ લઘુકર્મી ભવ્યજીવો, ભાવભિક્ષુના સમ્યગુ ગુણોનું ભાવન કરી નિકટના ભાવોમાં પરમાનંદન=મોક્ષસુખને, પ્રાપ્ત કરીએ, એ જ શુભકામના ! - pજ્યાપામતુ સર્વગીવાળામ’ વૈશાખ સુદ-૩, વિ. સં. ૨૦૬ર, વ્યાખ્યાનવાચસ્પતિ પ.પૂ.આ. શ્રીરામચંદ્રસૂરીશ્વરજી તા. ૩૦-૪-૨૦૦૬ મહારાજાના સામ્રાજ્યવર્તી ગચ્છાધિપતિ પ.પૂ. એફ-૨, જેઠાભાઈ પાર્ક, હેમભૂષણસૂરિ મહારાજના આજ્ઞાવર્તિની તથા પ.પૂ. નારાયણનગર રોડ, સમતામૂર્તિ પ્રવર્તિની સા.રોહિતાશ્રીજીમહારાજના પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. શિષ્યા સા. ચંદનબાલાશ્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98