________________
ભિક્ષાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ તે સંન્યાસાશ્રમમાં રહીને મુનિ ભગવંતો સર્વ ઉદ્યમથી પોતાના હિત માટે પ્રવૃત્તિ કરે છે, તેથી ઉત્તમ આશ્રમવાળા છે, તેથી તેઓ યતિ છે.
અથવા તો ય ધાતુને આશ્રયીને જેઓ પોતાના હિત માટે પ્રકૃષ્ટથી યત્નવાળા હોય તેઓ પ્રયત્નવાળા છે, અને જે મુનિ ભગવંતો પોતાના હિત માટે પ્રકૃષ્ટ પ્રયત્ન કરનારા છે, તેઓ યતિ છે.
(૯) ઋજુ - જે મુનિ ભગવંતો અલ્પ પણ આત્મવંચના કર્યા વગર ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને સહેજ પણ આત્મવંચના કર્યા વગર શક્તિના પ્રકર્ષથી આત્મહિત માટે ઉદ્યમ કરે છે, તે મુનિ ભગવંતો ઋજુ છે અર્થાત્ માયારહિત છે. (૧૦) પ્રજ્ઞાપક :- મુનિ ગીતાર્થ થયા પછી અપવર્ગમાર્ગના પ્રરૂપક છે. આશય એ છે કે સંસારમાં જીવનું હિત યોગમાર્ગની પ્રાપ્તિ છે, અને યોગમાર્ગ જીવને સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષપ્રાપ્તિરૂપ ફળમાં વિશ્રાંત થનાર છે. યોગમાર્ગના પરમાર્થને જાણ્યા પછી મુનિ જીવોની યોગ્યતા અનુસાર તેમને યોગમાર્ગ બતાવે છે, તેથી યોગ્ય જીવો યોગમાર્ગને સેવીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે, માટે મુનિ પ્રજ્ઞાપક છે.
(૧૧) ભિક્ષુ :- શ્લોક-૧૮માં વર્ણન કરેલ તેવા સ્વરૂપવાળી ભિક્ષા ગ્રહણ કરનાર હોવાથી મુનિ ભિક્ષુ છે.
(૧૨) વિદ્વાન:- મુનિ જગતના પારમાર્થિક સ્વરૂપને સર્વજ્ઞના વચનાનુસાર યથાર્થ જાણે છે, અને તે વચન પ્રમાણે સ્વનું હિત કરે છે અને યોગ્ય જીવોને હિતમાર્ગમાં પ્રવર્તાવે છે, માટે મુનિ વિદ્વાન છે.
(૧૩) વિરત:- જીવનું પારમાર્થિક સુખ નિરાકુળ જ્ઞાનની પરિણતિ છે. તે પારમાર્થિક સુખમાં મુનિ મગ્ન હોવાથી તુચ્છ વિષયોના વિકારી સુખથી મુનિ વિરત=નિવૃત્ત, છે.
(૧૪) તાપસ:- સંસારમાં પોતે કર્મોથી બંધાયેલા છે, તેવો મુનિને સમ્યગ્બોધ હોવાને કારણે કર્મોના ઉન્મેલનના ઉપાયભૂત સ્વભૂમિકા અનુસાર બાર પ્રકારના તપને પ્રધાનરૂપે સેવે છે. તેથી મુનિ સ્વભૂમિકા અનુસાર બાર પ્રકારના તપને સેવનારા હોવાથી તાપસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org