________________
૪૭
ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨
સાધુ, લૂક્ષ અને તીરાર્થી જ જ્ઞાતવ્ય=જાણવા યોગ્ય છે. આ પ્રકારનાં ઈત્યાદિ વગેરે નામો તપ-સંયમમાં રત સાધુનાં છે. ll૨૨ા શ્લોક-૨૦-૨૧-૨૨નો ભાવાર્થ - ગુણવાળા ભાવસાધુનાં અન્ય નામો -
(૧) તીર્ણ - જીવ મિાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાપ્રવૃત્તિથી સંસારસમુદ્રમાં ડૂબે છે, અને સંસારસમુદ્રથી તરવાનો ઉપાય વિશુદ્ધ સમ્યગ્દર્શન, વિશુદ્ધ સમ્યજ્ઞાન અને વિશુદ્ધ સમ્યકુચારિત્ર છે અર્થાતુ પાતને અભિમુખ હોય તેવા અશુદ્ધ સમ્યગ્દર્શનાદિ તરવાનો ઉપાય નથી, પરંતુ વિશુદ્ધ સમ્યગ્દર્શનાદિ તરવાનો ઉપાય છે.
જે મહાત્માઓને વિશુદ્ધ એવા સમ્યગ્દર્શનાદિનો લાભ થયો છે, તે મહાત્માઓ ભવરૂપી સમુદ્રથી તરવા માટે સુદઢ વ્યાપારવાળા છે, અને તીર્થમાં તીન્' એ ન્યાયથી તેઓ તીર્ણ-તરેલા છે.
જેમ કોઈ જીવ સમુદ્રથી તરવા માટે યત્ન કરતો હોય, તરીને સમુદ્રના કિનારા પાસે નજીક આવી ગયેલ હોય, ત્યારે તે જીવ સમુદ્ર તરી ગયો એમ કહેવાય. તેમ સંસારરૂપી સમુદ્રને તરવા માટે સુદઢ વ્યાપારવાળા મહાત્મા તીર્ણ-તરેલા છે તેમ કહેવાય.
(૨) તાયી - સંસારથી પાર પામવાનો જે માર્ગ છે, તે માર્ગને કહેનારી ઉક્તિ=ભગવાનનું વચન છે. તે વચનના પરમાર્થને જે મહાત્માઓએ સારી રીતે જોયો છે, અને તે વચન અનુસાર અન્યને તારવા માટે યત્ન કરે છે, તે તાયી કહેવાય. તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે.
જે મહાત્માઓએ ભગવાને બતાવેલા માર્ગના પરમાર્થને જાણ્યો છે, તે મહાત્મા, ભગવાનના વચનના સુપરિજ્ઞાત=સારી રીતે જાણેલા, પદાર્થોની દેશના દ્વારા શિષ્યોનું પાલન કરે છે, તે તાયી છે.
(૩) વતી - મુનિ ભગવંતો હિંસાદિ ભાવોથી વિરત હોવાને કારણે વ્રતી છે. સાધુ ભગવંતો પ્રતિ ક્ષણ મોહના પરિણામના ઉન્મેલન માટે સુદઢ વ્યાપારવાળા હોય છે. તેથી પોતાના ભાવપ્રાણના રક્ષણ માટે સતત પ્રયત્નવાળા હોય છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org