________________
પ૧
ભિક્ષદ્ધાત્રિશિકા/શ્લોક-૨૦-૨૧-૨૨ છે, તેઓના આત્મામાં તત્ત્વજ્ઞાનના સંસ્કારો સ્થિર-સ્થિરતર થતા જાય છે, અને અતત્ત્વજ્ઞાનના સંસ્કારો ક્ષણ-ક્ષીણતર થાય છે. અતત્ત્વજ્ઞાનના સંસ્કારોના બળથી કર્મનું બંધન આત્મા સાથે જીવે છે, તે તત્ત્વજ્ઞાનના સંસ્કારોથી છૂટી રહ્યું છે. તેથી જે બંધન છૂટતું હોય તે છૂટેલું કહેવાય, એ ન્યાયથી મુનિ પાખંડી છે.
(૨૧) બ્રાહ્મણ - મુનિ વિશુદ્ધ બ્રહ્મચારી છે. આત્માનું બ્રહ્મ સ્વરૂપ છે અને તે વિશુદ્ધ એવા બ્રહ્મમાં જે ચરે તે વિશુદ્ધ બ્રહ્મચારી કહેવાય. જે મુનિ ભગવંતો ત્રણે ગુપ્તિઓથી ગુપ્ત છે અને શુદ્ધ બ્રહ્મમાં જવા માટેના ઉપાયભૂત શાસ્ત્રોથી આત્માને ભાવિત કરે છે, તેઓ કર્મની અશુદ્ધિથી રહિત એવા વિશુદ્ધ બ્રહ્મમાં ચરનારા છે, તેથી વિશુદ્ધ બ્રહ્મચારી છે, તેથી પાપના વર્જક છે, માટે પરિવ્રાજક છે.
અહીં વિશેષ એ છે કે સંસારી જીવો અશુદ્ધ એવા બ્રહ્મમાં ચરનારા છે; કેમ કે બ્રહ્મ જ્ઞાનસ્વરૂપ છે, અને જ્ઞાનસ્વરૂપ એવું બ્રહ્મ પણ જ્યારે મોહનીય કર્મના ઉદયથી અશુદ્ધ થયેલું હોય ત્યારે તે બ્રહ્મ અશુદ્ધ કહેવાય છે. તેવા અશુદ્ધ બ્રહ્મમાં ચરનારા સંસારી જીવો છે, અને મુનિ સર્વકર્મની ઉપાધિથી રહિત એવા શુદ્ધ બ્રહ્મમાં ચરનારા છે. તેથી વિશુદ્ધ બ્રહ્મચારી હોવાથી બ્રાહ્મણ છે.
(૨૨) પરિવ્રાજક - મોહથી આકુળ થયેલી ચેતના સર્વ પ્રકારના આરંભસમારંભરૂપ પાપો કરે છે, અને મુનિ સર્વ આરંભોનો ત્યાગ કરીને સંપૂર્ણ નિરારંભ પ્રવૃત્તિ કરનારા છે. તેથી ત્રણે ગુપ્તિઓમાં રહીને સર્વ ઉદ્યમથી વીતરાગભાવને સન્મુખ વિશ્રાંતિમાં યત્ન કરે છે, અને જે મુનિઓ સર્વ આરંભનો ત્યાગ કરીને પાપના વર્જક છે, તેઓને પરિવ્રાજક કહેવાય છે.
(૨૩) સંવત :- મુનિ ભગવંતો પાંચે ઈન્દ્રિયોના સંયમવાળા છે. આથી મુનિની પાંચે ઈન્દ્રિયો વિષયોને ગ્રહણ કરવામાં ઉત્સુકતાવાળી નથી, પરંતુ વિશ્રાંતિ તરફની પરિણતિવાળી છે. તેથી સર્વ ઉદ્યમથી આત્માના ગુણોને વિકસાવવામાં મુનિઓની સર્વ ઇંદ્રિયોની અને મનની પ્રવૃત્તિ હોય છે. આવા અત્યંત નિરપેક્ષ પરિણામવાળા મુનિ સંયત છે.
(૨૪) સાધુ - નિર્વાણસાધક એવા યોગોને જે સાધે તે સાધુ કહેવાય. નિર્વાણ એટલે “ચિત્તની આત્મભાવમાં વિશ્રાંતિ', અને ચિત્તની આત્મભાવમાં વિશ્રાંતિને સાધનાર એવી જે સાધ્વાચારની ક્રિયા, એ સાધ્વાચારની ક્રિયા સાધુ ભગવંતો એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org