________________
૧૬
શ્લોકાર્થ :
સરળ જન પાસે યાચના કરતા, સદા આરંભવાળા ગૃહસ્થો પણ અને જેઓ દીન, અંધ અને કૃપણ છે, તેઓ ખરેખર દ્રવ્યભિક્ષુ છે. II૨૭II
ભિક્ષુદ્વાત્રિંશિકા/બ્લોક-૨૭-૨૮-૨૯
હંમેશ ત્રસ અને સ્થાવર જીવોને હણનારા, અબ્રહ્મચારી, મિથ્યાદૃષ્ટિ, ધનાદિનો સંચય કરનારા અને સચિત્તનું ભોજન કરનારા, વિશુદ્ધ તપનો અભાવ હોવાને કારણે અજ્ઞાનથી ધ્વસ્ત શક્તિવાળા, મન, વચન અને કાયાથી પાપમાં નિરત, ત્યક્ત ગૃહવાળા પણ દ્રવ્યભિક્ષુ છે, એમ શ્લોક-૨૭ સાથે અન્વય છે. ।।૨૮।૨૯।
* શ્લોક-૨૭માં òિોડપિ સવારમા યાવમાના નું નનમ્ । અહીં પિ થી એ કહેવું છે કે જેઓ સદા આરંભવાળા છે અને ઋજુજન પાસે યાચના કરનારા છે, તેવા સાધુવેશધારી તો દ્રવ્યભિક્ષુ છે, પરંતુ તેવા ગૃહસ્થો પણ દ્રવ્યભિક્ષુ છે.
* શ્લોક-૨૯માં ત્યવત્તગૃહા પિ અહીં પિ થી એ કહેવું છે કે શ્લોક-૨૮-૨૯માં કહ્યું એવા આચારવાળા, જેઓએ ગૃહનો ત્યાગ નથી કર્યો, તેવા તો દ્રવ્યભિક્ષુ છે, પરંતુ જેમણે ગૃહનો ત્યાગ કર્યો છે તેવા પણ દ્રવ્યભિક્ષુ છે.
શ્લોક-૨૦નો ભાવાર્થ :
અપ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ :
(૧) જે ગૃહસ્થો સદા આરંભવાળા છે અને ઋજુ જન=સરળ જન, પાસે અર્થાત્ ધન આપે એવી પ્રકૃતિવાળા પાસે યાચના કરનારા છે, તે દ્રવ્યભિક્ષુ છે.
(૨) જેઓ દીન છે, અંધ છે અને કૃપણ છે=દરદ્ર છે, તેઓ પણ પોતાની આજીવિકા માટે ઋજુ જન પાસે યાચના કરે છે, તેઓ પણ દ્રવ્યભિક્ષુ છે. II૨૭॥
નોંધ :- અહીં પ્રસ્તુત શ્લોકમાં ‘સદા આરંભવાળા’ એમ કહ્યું, એ વિશેષણ દ્વારા જેઓ સાધુની પ્રતિમાને વહન કરે છે, તેવા પ્રતિમાધારી શ્રાવકો ગૃહસ્થ પાસે ભિક્ષાની યાચના કરતા હોય તેમને ગ્રહણ કરવાના નથી.
શ્લોક-૨૮-૨૯નો ભાવાર્થ :
(૩) જેઓ અન્યદર્શનના સંન્યાસીઓ છે અને હંમેશાં ત્રસ અને સ્થાવર જીવોને હણનારા છે, અબ્રહ્મચારી છે, મિથ્યાદ્દષ્ટિ છે અને ધનનો સંચય કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org