________________
ભિક્ષુદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧
૬૯
ગ્રહણ કરશે (તે) પ્રધાન પ્રધાનવમિક્ષુ!=પ્રધાન દ્રવ્યભિક્ષુ છે. 113911
શ્લોકાર્થ :
અને શુદ્ધ સંવિગ્નપાક્ષિક, અને શ્રાવકની પ્રતિમાને પૂર્ણ કરીને જે ગૃહસ્થ દીક્ષાને ગ્રહણ કરશે, તે પ્રધાન દ્રવ્યભિક્ષ છે. ||૩૧||
* શ્લોકમાંપ્રતિમા ટીક્ષાં પાઠ છે ત્યાંપ્રતિમાં રીક્ષાં પાઠ હોવો જોઈએ. હસ્તપ્રતમાં પાઠ મળેલ નથી, પણ અર્થથી આ પાઠ સંગત જણાય છે. તેથી એ પાઠને લઈને અર્થ કરેલ છે. * શ્લોકમાં છે તે ==અને અર્થમાં છે.
ભાવાર્થ:
પ્રધાન દ્રવ્યભિક્ષુનું સ્વરૂપ :
(૧) શુદ્ધ સંવિગ્નપાક્ષિક ભગવાનના વચનમાં સ્થિર રુચિવાળા છે અને સંવિગ્ન સાધુ પ્રત્યે ભક્તિવાળા છે, અને સ્વશક્તિ અનુસા૨ સંયમની ક્રિયા કરીને ભાવભિક્ષુની શક્તિનો સંચય કરનારા છે. તેથી તેમની ભિક્ષાથી કરાતી આજીવિકાને આશ્રયીને તેઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે; કેમ કે તેઓની ભિક્ષાની પ્રવૃત્તિ સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ હોવાથી ભાવિમાં ભાવભિક્ષુની પ્રાપ્તિનું કારણ છે. માટે તેઓ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે.
જેમ ભાવસ્તવનું કારણ છે માટે દ્રવ્યસ્તવ છે, તેમ ભાવભિક્ષાનું કારણ છે માટે સંવિગ્નપાક્ષિકની ભિક્ષા દ્રવ્યભિક્ષા છે.
વળી સંવિગ્નપાક્ષિકનું ‘શુદ્ધ’ વિશેષણ આપ્યું. તેથી એ પ્રાપ્ત થાય છે કે જે સંવિગ્નપાક્ષિક સર્વવિરતિ પાળવા સમર્થ નથી, છતાં ભગવાનના વચન પ્રત્યેના તીવ્ર રાગને કારણે સંયમની આચરણાઓ સ્વશક્તિ અનુસાર કરીને સર્વવિરતિની શક્તિના સંચય માટે ઉદ્યમ કરે છે, તે ‘શુદ્ધ’ સંવિગ્નપાક્ષિક છે, અને તેઓની ભિક્ષા પ્રધાન દ્રવ્યભિક્ષા છે.
(૨) વળી જે શ્રાવકો શ્રાવકની પ્રતિમાને વહન કરીને સર્વવિરતિ ગ્રહણ કરવાના છે, તે શ્રાવકો પણ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે; કેમ કે જે શ્રાવક ભવથી વિરક્ત છે અને સર્વવિરતિની શક્તિના સંચયને અર્થે શ્રાવકની અગિયાર પ્રતિમાઓને સ્વભૂમિકા અનુસાર સેવે છે, અને જ્યારે તે પ્રતિમાઓના સેવનથી સર્વવિરતિની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org