Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 84
________________ ૫૮ ભિક્ષુદ્ધાત્રિંશિકા/બ્લોક-૨૩-૨૪ (૬) ચારિત્ર : સામાયિકાદિ ચારિત્ર : સાધુભગવંતો સર્વ ઉદ્યમથી શુદ્ધ આત્માના ભાવોમાં જવા માટે યત્ન કરે છે, તે ચારિત્ર છે, અને તે સામાયિકાદિ ભેદવાળું છે. સામાયિક એટલે સમભાવનો જીવનો પરિણામ. તેથી જે સાધુભગવંતો શત્રુમિત્ર, સુખ-દુ:ખ, જીવન-મૃત્યુ પ્રત્યે સમભાવને વહન કરે તેવી ચારિત્રની પરિણતિવાળા જણાય છે, તેઓ ભાવભિક્ષુ છે. સામાયિકાદિ પાંચે ચારિત્રો સમભાવના પરિણામવાળાં છે, પરંતુ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરના વિશુદ્ધ સમભાવના પરિણામવાળાં છે. (૭) આરાધના : ચરમકાળે નિર્યાપણરૂપ આરાધના : જે સાધુભગવંતો મોક્ષના અભિલાષી હોય છે, તેઓ સંયમગ્રહણથી માંડીને અપ્રમાદભાવથી સંયમની આચરણા કરે છે અને જ્યારે મૃત્યુકાળ આસન્ન જણાય ત્યારે ઉત્તરના ભવમાં યોગમાર્ગની પ્રાપ્તિ માટે અતિશયિત ઉપકારક બને તેવો યોગમાર્ગ નિષ્પન્ન ક૨વા અર્થે નિર્યાપણરૂપ આરાધના કરે છે. તે આરાધનાકાળમાં ઇંદ્રિયો અને કષાયોનો અત્યંત સંકોચ થાય તે રીતે ભાવસંલેખના કરે છે અર્થાત્ દ્રવ્યથી આહારાદિનો ત્યાગ કરીને કાયાની સંલેખના કરે છે, અને ભાવથી કષાયોનો ત્યાગ થાય તે રીતે શ્રુતથી આત્માને ભાવિત કરવામાં યત્ન કરેછે. તેથી તેમનું ચિત્ત અત્યંત સંલેખનાવાળું બને છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે આ ભાવભિક્ષુ છે. (૮) વિનય : જ્ઞાનાદિ વિષયક ઉપચાર : જે સાધુભગવંતો શક્તિ અનુસાર નવું નવું શ્રુતાધ્યયન અને ચારિત્રાચારની ક્રિયાઓ કરતા હોય, તેઓ સાધુઓ પ્રત્યે બહુમાનની વૃદ્ધિ થાય તદર્થે ઉપચાર વિનય કરતા હોય છે અર્થાત્ જ્ઞાનવાન પુરુષની ભક્તિઆદિ કરવારૂપ જ્ઞાનનો ઉપચાર વિનય કરે છે, અને સુચારિત્રીની ભક્તિ આદિ કરવારૂપ ચારિત્રનો ઉપચાર વિનય કરે છે. તે ઉપરથી જણાય છે કે આ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૯) તપ : યથાશક્તિ અનશનાદિનું આસેવન : જીવનો અનશન સ્વભાવ=અણાહારી સ્વભાવ છે. તે અનશન સ્વભાવને પ્રગટ કરવા માટે સાધુભગવંતો પોતાને અનશન ભાવનાથી ભાવિત કરે છે, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98