Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 86
________________ ५० ભિક્ષુદ્વાત્રિંશિકા|શ્લોક-૨૩-૨૪ અનુમાન થાય છે કે આ ઋજુસ્વભાવવાળા મુનિભગવંતો ભાવભિક્ષુ છે. (૧૩) તિતિક્ષા : ક્ષુધાદિ પરીષહોની પ્રાપ્તિમાં સહિષ્ણુતા મુનિભગવંતોને કોઈ તેવા પ્રકારના સંયોગમાં ક્ષુધાદિ પરિષહો પ્રાપ્ત થાય તોપણ તત્ત્વથી ભાવિત મતિવાળા તેઓ ક્ષુધાદિ પરિષહોથી વ્યાકુળ થતા નથી, પરંતુ સ્વસામર્થ્યના પ્રકર્ષથી આત્માના શુદ્ધ ભાવોને પ્રગટ કરવા માટે ઉદ્યમ કરે છે, તે તિતિક્ષા ભાવનાથી તેઓની ભાવિત મતિને સૂચવે છે. આનાથી અનુમાન થાય છે કે આવા સાધુ મહાત્માઓ ભાવભિક્ષુ છે. (૧૪) મુક્તિ : ધર્મોપકરણમાં પણ અમૂર્છા સાધુભગવંતો દેહથી લઈને સર્વ બાહ્ય પરિગ્રહના ત્યાગવાળા હોય છે, માત્ર ધર્મની વૃદ્ધિના અંગભૂત દેહને કે ધર્મના ઉપખંભક વસ્ત્રાદિને ધારણ કરે છે. તે ધર્મના ઉ૫ક૨ણભૂત દેહ પ્રત્યે કે વસ્ત્રાદિ પ્રત્યે પણ મૂર્છા ધારણ કરતા નથી. આથી ધર્મની વૃદ્ધિના પ્રયોજન વગર કોઈ ઉપકરણનું આસેવન કરતા નથી. તેથી મુનિભગવંતો મૂર્ચ્છરહિત છે. આવા પ્રકારના મુનિઓ ભાવભિક્ષુ છે. = (૧૫) અદીનતા : અશનાદિના અલાભમાં પણ ખેદનો અભાવ - સાધુભગવંતો સંયમના ઉપષ્ટભક અશનાદિ કે વસ્ત્રાદિની ગવેષણા કરવા છતાં અશનાદિ કે વસ્ત્રાદિ નિર્દોષ પ્રાપ્ત ન થાય તો તેની પ્રાપ્તિ માટે ઉચિત યત્ન કરતા હોય ત્યારે પણ દીનતા ધારણ કરતા નથી, પરંતુ સહજ સ્વસ્થતાપૂર્વક ઉચિત ગવેષણામાં યત્ન કરે છે. આનાથી અનુમાન થાય છે કે આવા મહાત્માઓ ભાવવિભક્ષુ છે. (૧૬) આવશ્યકની વિશુદ્ધિ : અવશ્યકરણીય યોગમાં નિરતિચારતા : સાધુભગવંતો સંયમજીવનની આવશ્યક એવી સર્વ ક્રિયાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરતા હોય છે. તેથી સર્વ ઉચિત આચારો દ્વારા સાધુ ભગવંતો વીતરાગભાવનાથી ભાવિત બને છે અને વીતરાગતાને અભિમુખ સત્ત્વના પ્રકર્ષવાળા થાય છે. આનાથી અનુમાન થાય છે કે આવા સાધુભગવંતો ભાવભિક્ષુ છે. પ્રસ્તુત શ્લોક-૨૩-૨૪માં કહ્યાં એ બધાં ભિક્ષુનાં લિંગો ગૌતમાદિ મહામુનિઓએ કહેલા છે. ||૪|| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98