________________
૫૬
ભિક્ષદ્વાચિંશિકા/શ્લોક-૨૩-૨૪ સુધાઢિપરીષદોનિપાત સહિષ્ણુતા - અહીં સુધી માં આદિથી પિપાસા-શીત-ઉષ્ણ આદિ પરીષહોનું ગ્રહણ કરવું.
ઘર્મોપકરનેડથમૂચ્છ - અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે ધર્મના ઉપકરણ સિવાય બાહ્ય પદાર્થોમાં તો સાધુ મૂર્છા ન કરે, પરંતુ ધર્મના ઉપકરણમાં પણ મૂચ્છ ન કરે.
કાશના ઘાડપિ વૈવક્તવ્યભાવ - અહીંઝશન માં ક્ષતિ થી પાન વિ. નું ગ્રહણ કરવું અને કવિ થી એ સમુચ્ચય થાય છે કે અશનાદિના લાભમાં તો સાધુભગવંતો હર્ષાદિ ન કરે, પરંતુ અશનાદિના અલાભમાં પણ વૈhવ્ય=ખેદ, ન કરે.
શ્લોક-૨૩-૨૪નો ભાવાર્થ - ભિક્ષુનાં લિંગો :(૧) સંવેગ: મોક્ષસુખનો અભિલાષ :
સાધુભગવંતોને આત્માની મુક્તઅવસ્થાના પારમાર્થિક સ્વરૂપનો સ્પષ્ટ બોધ હોવાથી સર્વકર્મરહિત એવા મોક્ષસુખનો અભિલાષ હોય છે, તેથી મોક્ષના ઉપાયોને સુદઢ યત્નથી સેવે છે. તેથી નિર્ણય થઈ શકે છે કે આ મહાત્મા સંવેગવાળા છે, માટે ભાવભિક્ષુ છે.
આ=શ્લોકમાં કહેલ સંવેગ, નિર્વેદનું ઉપલક્ષણ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે સાધુભગવંતો સંસારના પારમાર્થિક સ્વરૂપના બોધવાળા હોય છે, તેથી સંસારના પરિભ્રમણથી નિર્વેદ પામેલા હોય છે. માટે સંસારના પરિભ્રમણના બીજભૂત ભાવોને કરતા નથી, તેથી તેઓને સંસાર પ્રત્યે નિર્વેદ છે, માટે ભાવભિક્ષુ છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે સાધુમાં વર્તતો રાગનો પરિણામ કેવળ મોક્ષ અને મોક્ષના ઉપાયમાં છે, માટે તેમનામાં સંવેગ છે; અને સાધુમાં વર્તતો દ્વેષનો પરિણામ કેવળ મોક્ષની વિરુદ્ધ એવા સંસારના પરિભ્રમણ પ્રત્યે અને સંસારના પરિભ્રમણના ઉપાય પ્રત્યે છે, માટે તેમનામાં નિર્વેદ છે. (૨) વિષયનો ત્યાગઃ ભોગસામગ્રીનો ત્યાગ :
સાધુને સંસાર પ્રત્યે નિર્વેદ હોવાથી સંસારના પરિભ્રમણના ઉપાયભૂત વિષયોનો ત્યાગ હોય છેeઇંદ્રિયોની ભોગની સામગ્રીનો પરિહાર હોય છે, આથી સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org