Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 74
________________ ૪૮ ભિક્ષુદ્રાસિંચિકા/બ્લોક-૨૦-૨૧-૨૨ પોતાના આત્માની હિંસાનો પરિહાર કરે છે, અને તેની પુષ્ટિ અર્થે છકાયના જીવો પ્રત્યે દયાળુ પરિણામવાળા હોય છે, અને તદર્થે સર્વ ઉચિત યત્ન કરે છે. તેથી મુનિ ભગવંતો હિંસાદિ પાપોથી વિરત છે, માટે વ્રતી છે. (૪) દ્રવ્ય - મુનિ ભગવંતો દ્રવ્ય છે; કેમ કે તેમનામાં વિદ્યમાન રાગ-દ્વેષ, સ્વરાગ-દ્વેષના ઉન્મેલન માટે પ્રવર્તે છે. તેથી નિયમન ન'=નાશ પામતું નાશ પામેલું કહેવાય, એ ન્યાયે મુનિ ભગવંતો રાગ-દ્વેષથી રહિત છે. આથી મુનિ ભગવંતો પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં રત છે, પરંતુ પર્યાયોમાં રત નથી અર્થાત્ હું તપસ્વી છું', “હું વિદ્વાન છું' એ પ્રકારના પોતાના પર્યાયોમાં રત નથી કે પુગલના પર્યાયમાં રત નથી, પરંતુ સર્વ પગલાદિથી ભિન્ન એવું પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, તેને પ્રગટ કરવા માટે સુદઢ વ્યાપારવાળા છે. તેથી જે દ્રવ્યમાં નિરત હોય તે દ્રવ્ય કહેવાય, તેથી મુનિ દ્રવ્ય છે. (૫) ક્ષાંત :- મુનિ ભગવંતો ક્ષમા કરે છે માટે શાંત છેઃકોઈપણ નિમિત્તોમાં ક્રોધ કરવો, અરુચિ કરવી, દ્વેષ કરવો, એ મારો સ્વભાવ નથી. તેથી ચિત્તને તે સર્વ ભાવો ન સ્પર્શે તે પ્રકારે સંવૃત થઈને ક્ષમાના પરિણામને આત્મામાં ધારણ કરે છે, માટે શાંત છે. (૯) દાંત :- જે મુનિ ભગવંતો પાંચે ઇંદ્રિયોના વિષયો સાથે સંપર્ક કરવાની વૃત્તિવાળા નથી, પરંતુ સંવરભાવવાળા છે. અને તથાસ્વભાવે કોઈ વિષય ઇંદ્રિયોની સન્મુખ આવે તોપણ તે ઈન્દ્રિયોના વિષયનો ચિત્તમાં સંશ્લેષ ન થાય તે રીતે આત્માને તત્ત્વથી ભાવિત રાખે છે. તે મુનિ ભગવંતો ઇંદ્રિયોનું દમન કરનારા છે, માટે દાંત છે. (૭) મુનિ - મુનિ ભગવંતો જગતની ત્રિકાળ અવસ્થાને જે પ્રકારે ભગવાને કહી છે, તે પ્રકારે મનન કરે છે, માટે તેઓ મુનિ છે. ભગવાને સંસારવર્તી જીવો અનાદિકાળથી મોહને પરવશ થઈને કઈ રીતે સંસારમાં વિડંબણા પામે છે, અને પુદ્ગલ દ્રવ્ય સાથે સંશ્લેષ પામીને પોતાના પારમાર્થિક સ્વરૂપથી અનભિજ્ઞ રહીને પોતાના હાથે જ પોતાના અહિતને પ્રાપ્ત કરે છે, તે સર્વ જે પ્રકારે ભગવાને બતાવ્યું છે, તે પ્રકારે મુનિ મનન કરે છે. (૮) યતિ :- ચાર પ્રકારના આશ્રમમાંથી સૌથી શ્રેષ્ઠ આશ્રમ સંન્યાસાશ્રમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98