________________
૨૧
ભિક્ષુદ્ધાત્રિશિકા/બ્લોક-૧૧ ભાવાર્થસ્વસંસર્ગી એવા દેહાદિમાં નિર્મમત્વભાવના માટે ઉપયોગી નમિરાજર્ષિનું દષ્ટાંત :
નમિરાજર્ષિ સંયમગ્રહણ પૂર્વે મિથિલાનગરીના રાજા હતા, પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા હતા. તેથી રાજ્યાવસ્થામાં પ્રજા સાથે અત્યંત સ્વજન જેવી તેમને પ્રીતિ હતી.
શરીરમાં દાહકવર થવાથી, નિમિત્તને પામીને વૈરાગ્ય થવાથી સંયમ ગ્રહણ કરે છે ત્યારે મોક્ષમાં જવાની બલવાન ઈચ્છાવાળા છે. તેથી સર્વ ઉપાયથી મોક્ષમાં જવાના ઉપાયભૂત અસંગભાવમાં ઉદ્યમ કરનારા છે. માટે દેહથી માંડીને જગતના સર્વ પદાર્થો પ્રત્યે નિર્મમભાવવાળા છે. તેથી જે મિથિલાના પ્રજાજનો પ્રત્યે પૂર્વમાં સ્નેહનો સંબંધ હતો, તે સ્નેહનો સંબંધ હવે સર્વથા નથી. આથી તેમના નિર્મમભાવની પરીક્ષા કરવા માટે આવેલ ઈન્દ્ર મહારાજા મિથિલાનગરીને બળતી બતાવીને કહે છે કે તમારી મિથિલાનગરીની પ્રજા આ રીતે વિનાશ પામી રહી છે. તેનું રક્ષણ કરવાનું છોડીને તમે આ કઈ સાધના કરો છો ?' તેનો ઉત્તર આપતાં નમિરાજર્ષિ કહે છે –
મિથિલા બળે છે તેમાં મારું કાંઈ બળતું નથી.” આ રીતે પોતાના આત્માને મિથિલાથી અને દેહથી પૃથગુ જોનારા એવા નમિરાજર્ષિ હતા. તેથી મિથિલાનગરીના દાહમાં પણ મિથિલા સાથે સંસર્ગની બુદ્ધિવાળા થયા નહિ.
આ રીતે જે સાધુ સર્વ બાહ્ય સંસર્ગ પ્રત્યે સંગ વગરના છે, તેઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે, એમ ફલિત થાય છે. વળી અવતરણિકા -
મુનિઓ સદા સંયમમાં કઈ રીતે ઉદ્યમ કરે છે, તેનું સ્વરૂપ ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
हस्तेन चाघ्रिणा वाचा संयतो विजितेन्द्रियः । अध्यात्मध्याननिरतः सूत्रार्थं यश्च चिन्तयेत् ।।११।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org