Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 64
________________ ૩૮ ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૯ તે ગુણોમાં યત્ન કરનારા છે, માટે યતિ છે. (૩) ભવક્ષયથી ભવાંતઃ જે સાધુમહાત્મા ભવના ક્ષયના ઉપાયમાં સુદઢ વ્યાપારવાળા છે, તેઓ ‘નશ્યમાન નમ્'=નાશ પામતું હોય તે નાશ પામ્યું એમ કહેવાય છે, એ ન્યાયથી ભવના ક્ષયવાળા છે. આનાથી એ ફલિત થાય છે કે જે સાધુની પ્રત્યેક ક્ષણ ભવના ઉપાયભૂત મોહના ઉન્મેલન માટે સુદઢ વ્યાપારવાળી છે, તે મુનિઓનો ભવ નાશ પામી રહ્યો છે, માટે નાશ પામેલો છે, તેમ સ્વીકારીને, ભવના અંતવાળા ભવાંત એવા મુનિ છે, તેમ કહેલ છે. (૪) સત્તર પ્રકારના સંયમને ચરતા ચરક - સંયમ એટલે આત્માને સંસારના ભાવોથી સંયમિત કરીને આત્માના શુદ્ધ ભાવોમાં સ્થિર કરવાનો ઉદ્યમ કરવો. જે મુનિભગવંતો આત્માને શુદ્ધભાવમાં સ્થિર કરવાના ઉદ્યમને અનુકૂળ, સત્તર પ્રકારના સંયમની આચરણામાં તે પ્રકારે યત્ન કરે છે કે જેથી તેમની મન, વચન અને કાયાની ગુપ્તિ ઉત્તર-ઉત્તર અતિશયિત થઈ રહી છે, તેવા મુનિઓ ચરક છે. ૧૮ના શ્લોક - क्षपकः क्षपयन् पापं तपस्वी च तपाश्रिया । भिक्षुशब्दनिरुक्तस्य भेदाः खल्वर्थतो ह्यमी ।।१९।। અન્વયાર્થ પાપ સાથ–પાપને ક્ષપણા કરતા ક્ષ ક્ષપક છે, અને તપશ્ચયાત્ર તપરૂપી લક્ષ્મીથી તપસ્વી-તપસ્વી છે. દિ મી=આ=શ્લોક-૧૮-૧૯માં બતાવ્યા એ, ઉત્તર્થતો ખરેખર અર્થથી મિસુશળનિરુત્તી વિ=ભિક્ષશબ્દની વ્યુત્પત્તિના ભેદો છે. II૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98