________________
૪૦
ભિક્ષુદ્રાસિંચિકા/શ્લોક-૧૯ તપસ્વી છે, એ પ્રકારે અન્ય પણ પર્યાયો છે અર્થાત ભિક્ષુ શબ્દના પર્યાયો છે. ૧૯I ભાવાર્થ - (૫) પાપની ક્ષપણા કરતા ક્ષપક -
સંસારના બીજભૂત મોહનો પરિણામ તે પાપ છે, અને ભિક્ષુ મન, વચન અને કાયાના સુદઢ વ્યાપારથી શાસ્ત્રવચનનું અવલંબન લઈને મોહરૂપી પાપના સંસ્કારો ક્ષીણ થાય અને મોહથી વિપરીત એવા શુદ્ધ આત્મતત્ત્વના સંસ્કારો આધાન થાય, તે પ્રકારે સર્વ ઉદ્યમ કરે છે, તેથી પાપની ક્ષપણા કરતા મુનિ ક્ષપક છે. (૬) તારૂપી લક્ષ્મીથી તપસ્વી -
‘ાં તાપના તપ:' - જે કર્મોને તપાવે તે તપ કહેવાય અર્થાત્ આત્મા સાથે સંલગ્ન કર્મોને આત્માથી પૃથફ કરે તે તપ કહેવાય; અને કર્મોને આત્માથી પૃથક કરવા માટે જે બાહ્ય કે અત્યંતર તપમાં ઉદ્યમ કરવામાં આવે, અને તે તપ દ્વારા ચિત્તની અસંગભાવની પરિણતિ સ્કુરાયમાન કરવામાં આવે, તે તારૂપી લક્ષ્મી છે; અને આવા પ્રકારની તારૂપી લક્ષ્મીવાળા મુનિ છે. માટે મુનિ તપસ્વી છે અર્થાત્ મુનિ શક્તિના પ્રકર્ષથી બાહ્ય અને અત્યંતર એવા તપમાં ઉદ્યમ કરીને કર્મોનો નાશ કરે છે, માટે મુનિ તપસ્વી છે.
શ્લોક-૧૮-૧૯માં ભિક્ષુ' શબ્દના પ્રાસંગિક અન્ય ભિક્ષુ, યતિ આદિ શબ્દો કહ્યા તે સર્વ શબ્દો ‘ભિક્ષુ' શબ્દની વ્યુત્પત્તિના અર્થને કહેનારા છે. તે આ રીતે –
(૧) “કર્મોને જે ભેદે તે ભિક્ષુ છે” તે ભિક્ષુ શબ્દની વ્યુત્પત્તિ અર્થ છે, અને ભિક્ષામાત્રથી ભિક્ષુ' કહેવાથી પણ એ જ અર્થ પ્રાપ્ત થાય છે, કે કર્મના ઉન્મેલનને અનુકૂળ સંયમની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે જે ભિક્ષામાં યત્ન કરે છે, તે ‘ભિક્ષુ છે.
(૨) “યતમાન યતના કરતા, યતિ છે', તેમ કહેવાથી પણ એ પ્રાપ્ત થાય છે કે તે તે પ્રકારના આત્માના ગુણોમાં ભાવથી જે યતમાન છે, તે યતિ છે, અને આવા પ્રકારના યતિ અવશ્ય આત્મા સાથે સંલગ્ન થયેલાં કર્મોને ભેદનારા છે, તેથી ભિક્ષુ છે.
(૩) “જે સાધુ સંસારનો નાશ કરવા માટે સર્વ યત્નથી ઉદ્યમ કરી રહ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org