________________
૩૭
ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૧૮ સંયમ ... વરહ અને સતર પ્રકારના સંયમને ચરતા ચરક થાય. II૧૮
મુદ્રિત પ્રતમાં થતમાનો માવતઃ તથા ગુરૂ રતિર્મવેત્ એમ કહ્યું ત્યાં ‘તથાપુપુ' પાઠ છે ત્યાં દશવૈકાલિક અધ્યયન-૧૦-૩૪૪ ગાથાની આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત વૃત્તિમાં ભાવતો યતમાન તથા તથા પુ + વ યતિર્મવતિ, નગ૨થા આ પ્રમાણે પાઠ હોવાથી તથા તથા પુષુ' પાઠ સંગત જણાય છે. ભાવાર્થ(૧) ભિક્ષામાત્રથી ભિક્ષુ -
જે સાધુ સંયમની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારની સર્વ ઉપધિથી શુદ્ધ ભિક્ષાની પ્રવૃત્તિ કરે છે, તે ભિક્ષુ કહેવાય.
આશય એ છે કે સાધુભગવંતો પરિગ્રહરૂપ દેહને ધારણ કરનારા નથી, પરંતુ સંયમના ઉપકરણરૂપે દેહને ધારણ કરનારા છે; અને સંયમના ઉપકરણભૂત દેહનું તે રીતે પાલન કરે છે કે જેથી સંયમની વૃદ્ધિ થાય, અને સંયમની વૃદ્ધિ માટે નિર્લેપ-નિર્લેપતર અવસ્થાનું કારણ બને તેવી ભિક્ષા શાસ્ત્રવિધિ અનુસાર ગ્રહણ કરે, અને શાસ્ત્રવિધિ અનુસાર તે ભિક્ષાથી ધર્મના ઉપકરણરૂપ દેહનું પાલન કરે, અને ભિક્ષાથી સંયમમાં સમર્થ બનેલા એવા દેહથી સંયમમાં સુદઢ વ્યાપાર કરે તેવી ભિક્ષા સર્વ ઉપધિથી શુદ્ધ છે, અને તેવી ભિક્ષા જે સાધુ ગ્રહણ કરે તે સાધુ ભાવભિક્ષુ છે. (૨) યતના કરતા યતિ :
જે સાધુમહાત્મા મોહના ઉન્મેલનને અનુકૂળ સર્વ ઉદ્યમથી યત્ન કરી રહ્યા છે, તેઓ ભાવથી તે તે પ્રકારના ગુણોમાં યત્ન કરે છે અર્થાત્ સાધુ પોતે જે સંયમની ભૂમિકામાં છે, તેનાથી ઉત્તર-ઉત્તરની સંયમની ભૂમિકાની પ્રાપ્તિનું કારણ બને તે તે પ્રકારના ગુણોમાં યત્ન કરે છે, તેથી યતિ છે.
સામાન્યથી સાધ્વાચારની સર્વ ઉચિત આચરણાઓ શાસ્ત્રવિધિ અનુસાર કરાતી હોય તો તે વિધિ દ્રવ્યથી તે ગુણોની પ્રાપ્તિને અનુકૂળ ક્રિયા સ્વરૂપ છે, પરંતુ તે રીતે દ્રવ્યથી ક્રિયા કરનાર પણ જે યતિ તે તે ક્રિયાકાળમાં મોહના ઉમૂલનને અનુકૂળ અંતરંગ વીર્યવ્યાપારને જાગૃત રાખીને યત્ન કરતા હોય, તો ભાવથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org