________________
૨૮
ભિક્ષુદ્રાસિંશિકા/શ્લોક-૧૪ ગૃહસ્થો પણ કુત્સિત પ્રવૃત્તિ કરતા હોય તો આ કુશીલ છે, તેમ કહેતા નથી; કેમ કે તે પ્રકારના વચનપ્રયોગથી અન્ય સાધુઓને કે ગૃહસ્થોને પીડા થવાનો સંભવ રહે છે. સાધુ ફક્ત યોગ્ય જીવોના હિત અર્થે, સાધુઓથી બીજાને થતા અનર્થના નિવારણ માટે તેમના નિમિત્તને પામીને બીજા જીવોનો વિનાશ ન થાય તદર્થે આ સાધુઓની આચરણા સુસાધુઓની આચરણા જેવી નથી, તે પ્રકારે ઉચિત-ભાષણ
ક્વચિત્ કરે. તે સિવાય અન્યની કુશીલ પ્રવૃત્તિ જોઈને અસહિષ્ણુ સ્વભાવથી પરને કુશીલ કહેતા નથી, તેવા સાધુ ભાવભિક્ષુ છે. (૩૨) પ્રત્યેક વ્યક્તિના પુણ્ય-પાપને જાણનારા આથી જ જાત્યાદિ મદથી રહિત ભાવભિક્ષુ -
સાધુ દરેક વ્યક્તિમાં વિશ્રાંત એવા પુણ્ય અને પાપને જાણનારા છે; કેમ કે કોઈનું પુણ્ય કે કોઈનું પાપ અન્યમાં સંક્રમ પામતું નથી. તેથી પુણ્યના ઉદયથી તે તે વ્યક્તિ ઉત્તમ જાતિ આદિને પ્રાપ્ત કરે છે અને પાપના ઉદયથી તે તે વ્યક્તિ હિન જાતિ આદિને પ્રાપ્ત કરે છે. તેથી પુણ્ય અને પાપને આધીન ઉચ્ચ જાતિ આદિની કે હીન જાતિ આદિની પ્રાપ્તિ છે. આ પ્રકારે જાણતા એવા સાધુ જાતિ આદિનો મદ કરતા નથી; કેમ કે જાતિ આદિ પોતાની ગુણસંપત્તિ નથી, પરંતુ પુણ્યાદિથી પ્રાપ્ત થયેલી વસ્તુ છે, અને ગુણસંપત્તિથી વિચારીએ તો સર્વ જીવો સિદ્ધના સદશ હોવાથી સમાન છે, અને જાત્યાદિનો મદ કરવાથી તો જન્માંતરમાં પોતાને હીન જાત્યાદિની પ્રાપ્તિ થાય છે. માટે જાત્યાદિનો મદ કરવો ઉચિત નથી. તે પ્રકારે વિચારીને સાધુ જાત્યાદિ મદથી રહિત રહે છે.
આવા પ્રકારના સાધુ કર્મને ભેદનાર હોવાથી ભાવભિક્ષુ છે. II૧૩ અવતરણિકા :વળી ભાવભિક્ષ કેવા હોય છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
प्रवेदयत्यार्यपदं परं स्थापयति स्थितः । धर्मचेष्टां कुशीलानां परित्यजति यः पुनः ।।१४।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org