________________
ભિલાસિંચિકા/શ્લોક-૧૫
અને ક્રીડા પણ નથી, તે ભાવભિક્ષ છે. ll૧પણા ટીકા :
૩૧ રૂતિ-વ્યa: T૧૧/ ટીકાર્ય :
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી આ શ્લોકની ટીકા ગ્રંથકારશ્રીએ કરેલ નથી. II૧પા ભાવાર્થ :(૩૬) જેમને ક્યારેય ઉદ્વેગ, હાસ્ય, શોક, રુદન, કંદન, જુગુપ્સા અને ક્રીડા જ નથી તે ભાવભિક્ષુ -
આરાધક એવા પણ કેટલાક સાધકો ઉત્સાહથી સંયમ ગ્રહણ કર્યા પછી દિશાની સૂઝ નહિ હોવાથી તેમનું ચિત્ત ઉદ્વેગવાળું હોય છે; પરંતુ ભાવભિક્ષુને તો મોહનું ઉમૂલન કરવું એ પોતાનું લક્ષ્ય છે, તે પ્રકારનો પારમાર્થિક બોધ હોવાને કારણે ક્યારેય ઉદ્વેગ થતો નથી, પરંતુ પ્રાપ્ત થયેલા યોગમાર્ગને ઉત્સાહથી સેવે છે.
વળી સંસારી જીવો મોહને વશ થઈને જે પ્રકારે હાસ્ય કરે છે, નિમિત્તોને પામીને શોકવાળા થાય છે, વળી પ્રતિકૂળ સંયોગોમાં રડે છે કે કંદન કરે છે, તે પ્રકારના ભાવો ભાવભિક્ષુને થતા નથી, પરંતુ સર્વ સંયોગોમાં ઉત્સાહથી તે સર્વના ઉન્મેલનને અનુકૂળ ઉદ્યમ કરે છે.
વળી મહાત્માઓને જુગુપ્સનીય પદાર્થોને જોઈને જુગુપ્સા થતી નથી, અર્થાત્ આ પુદ્ગલોનો સ્વભાવ છે, અને જીવનો અજુગુપ્સા સ્વભાવ છે, તે પ્રકારના ભાવોથી આત્માને ભાવિત કરે છે તેથી જુગુપ્સનીય પદાર્થો પ્રત્યે જુગુપ્સા થતી નથી.
વળી લોકોને ક્રીડા કરતા જોઈને મુનિઓ ક્રીડા કરતા નથી, પરંતુ સંવૃત મનવાળા થઈને યોગમાર્ગમાં ઉદ્યમ કરીને ઉપરમાં કહેલા સર્વ ભાવોનો સદા પરિહાર કરે છે.
આવા પ્રકારના ભિક્ષુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. II૧પો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org