________________
ભિક્ષાત્રિશિકા/બ્લોક-૧૩
૨૭ શિષ્યોથી પરને કુશીલ કહેતા નથી, પ્રત્યેક વ્યક્તિમાં વિશ્રાંત એવા પુણ્ય-પાપને જાણનારા છે. (આથી જ) જાત્યાદિમદથી રહિત હોય છે, તે ભાવભિક્ષ છે. ll૧૩માં ટીકા - ___ य इति-परं-स्वपक्षविनेयव्यतिरिक्तं, प्रत्येकं-प्रतिस्वं, पुण्यपापज्ञोऽन्यसम्बन्धिनोऽन्यत्रासक्रमात्, इत्थं च जात्यादिमदैर्वजितः ।।१३।।
શ્લોકના કેટલાક શબ્દોના અર્થ ટીકામાં સ્પષ્ટ કરે છે – ટીકાર્ચ -
પરં .... તિરિત પર=સ્વપક્ષના શિષ્યોથી વ્યતિરિક્ત અર્થાત અન્ય સમુદાયના સાધુ કે ગૃહસ્થોને, કુશીલ કહેતા નથી.
પ્રત્યે ... તા પ્રત્યેકપ્રતિવ્યક્તિ વિશ્રાંત એવા પુણ્ય-પાપને જાણનારા છે; કેમ કે અન્ય સંબંધી એવા પુણ્ય-પાપનું અન્યત્ર અસંક્રમ છે=અન્ય પુરુષમાં અસંક્રમ છે, અને આ રીતે=પ્રત્યેક વ્યક્તિ વિશ્રાંત એવા પુણ્ય-પાપને સાધુ જાણનાર છે એ રીતે, જાત્યાદિ મદથી રહિત છે. ll૧૩ ભાવાર્થ - (૩૦) બીજાને કોપ કરે તેવું વચન ન બોલનારા ભાવભિક્ષુ -
જે સાધુ બીજાને કોપ કરે તેવું વચન બોલતા નથી, આથી સંયમની વૃદ્ધિનું કારણ જણાય ત્યારે જ બોલે છે, તે સિવાય વચનપ્રયોગ કરતા નથી; અને જે વચનપ્રયોગ કરે છે, તેનાથી કોઈનું અહિત ન થાય તે પ્રકારે સમ્યગુ સમાલોચન કરીને ઉચિત વચન બોલે છે, તે ભાવભિક્ષુ છે. (૩૧) સ્વપક્ષના શિષ્યોથી અન્યને કુશીલ ન કહેનારા ભાવભિક્ષુ -
સાધુ મહાત્માઓ પોતાના પક્ષના શિષ્યોથી અન્ય એવા કોઈને કુશીલ કહેતા નથી અર્થાતુ પોતાના શિષ્યો ક્યારેક પ્રમાદ કરતા હોય તો તેમને માર્ગમાં લાવવા માટે આ પ્રવૃત્તિ કુશીલ છે તેમ કહે, પરંતુ પોતાના સમુદાયથી અન્ય સમુદાયના સાધુઓ પાર્થસ્થાદિ હોય તો પણ આ કુશીલરૂપ છે, તેમ કહેતા નથી, કે કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org