________________
૨૬
ભિક્ષદ્વાચિંશિકા/શ્લોક-૧૩ બુદ્ધિથી પ્રતિબદ્ધ માનસવાળા નથી, પરંતુ સર્વ ભિક્ષા પ્રત્યે સમભાવવાળા છે. (૨૯) ઋદ્ધિ, સત્કાર, પૂજા અને જીવિતને ન ઈચ્છનારા ભાવભિક્ષુ -
પોતાના સંયમના યોગની સાધનાથી આમષષધિ વગેરે ઋદ્ધિઓ પ્રાપ્ત થાય તેવી આકાંક્ષા સાધુ રાખતા નથી. વળી લોકો વસ્ત્રાદિ દ્વારા પોતાનો સત્કાર કરે તેવી આકાંક્ષા રાખતા નથી કે પોતાના પ્રવેશાદિ વખતે પુષ્પાદિ દ્વારા પૂજા કરે તેવી આકાંક્ષા પણ રાખતા નથી, પરંતુ સર્વત્ર સમભાવવાળા હોય છે.
વળી મુનિ અસંયમજીવિતની આકાંક્ષા રાખતા નથી=દેહનું તે રીતે પાલન કરીને દીર્ઘકાળ સુધી જીવવાની આકાંક્ષા રાખતા નથી, પરંતુ સંયમની વૃદ્ધિ અર્થે યતનાપૂર્વક સંયમપાલન કરતાં જીવિત અલ્પ થાય તો પણ જીવિતનું મહત્ત્વ રાખતા નથી, પણ સંયમવૃદ્ધિનું મહત્ત્વ રાખે છે.
આવા પ્રકારના સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. શા અવતરણિકા :
વળી સાધુ અંતરંગ રીતે ક્રોધ અને માનથી અબાધિત હોય છે. તેથી કેવી પ્રવૃત્તિ કરે છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે – શ્લોક :
यो न कोपकरं ब्रूयात् कुशीलं न वदेत् परम् ।
प्रत्येकं पुण्यपापज्ञो जात्यादिमदवर्जितः ।।१३।। અન્વયાર્થ:
થો જે સાધુ શોપ =બીજાને કોપ કરે તેવું વચન ન લૂથ–બોલતા નથી, પર=સ્વપક્ષના શિષ્યોથી વ્યતિરિક્ત=પરને સુશીનં કુશીલ ન વ–કહેતા નથી, પ્રત્યે પુથપાપજ્ઞોપ્રત્યેક=પ્રત્યેક વ્યક્તિમાં વિશ્રાંત એવા પુણ્યપાપને જાણનારા છે. આથી જ) નાત્યાવિત:=જાત્યાદિ મદથી રહિત હોય છે, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. II૧૩ શ્લોકાર્ચ - જે સાધુ બીજાને કોપ કરે તેવું વચન બોલતા નથી, સ્વપક્ષના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org