________________
૧૦
ભિક્ષુદ્વાત્રિંશિકા/મ્લોક-૫
ટીકાર્ય :
आगमिने પ્રયોનનાય । આગામી અર્થને માટે=ભાવી એવા કાલના કે પરમ દિવસના પ્રયોજન માટે જેઓ અશનાદિને સમીપમાં રાખતા નથી, તે ભાવભિક્ષુ છે, એમ અન્વય છે.
निमन्त्र्यैव પત્તા । નિમંત્રણ કરીને જ એ વચન દ્વારા સ્વાત્મતુલ્ય સાધર્મિકવાત્સલ્યની સિદ્ધિ કહેવાઈ.
भुक्त्वा ઉત્તમ્ ।।વાપરીને સ્વાધ્યાયને કરનારા છે, એ સ્થાનમાં ‘વ’ શબ્દથી શેષ અનુષ્ઠાનમાં તત્પરપણાનું ગ્રહણ હોવાને કારણે સાધુમાં નિત્ય અપ્રમાદીપણું કહેવાયું. પ
ભાવાર્થઃ
(૧૦) ભવિષ્ય માટે અશનાદિ સમીપમાં નહિરાખનારા ભાવભિક્ષુ ઃ
*****
જે સાધુઓ અપ્રમાદભાવવાળા થઈને કર્મને ભેદવા માટે તત્પર થયા છે, તેઓ સર્વ પ્રકારના પ્રતિબંધના પરિહાર અર્થે ભવિષ્ય માટે આહારાદિને સમીપમાં રાખતા નથી, તે ભાવભિક્ષુ છે.
:
(૧૧) સાધર્મિકોને નિમંત્રણ કરીને જ વાપરીને સ્વાધ્યાયને કરનારા ભાવભિક્ષુ :
-
જે સાધુ પોતાના સમાન એવા સાધર્મિક સાધુને નિયંત્રણ કરીને જ આહારાદિ વાપરે છે, તે ભાવભિક્ષુ છે. પોતાની શક્તિ હોવા છતાં અન્ય સાધર્મિક સાધુને નિમંત્રણ ન કરે તો સમભાવના પરિણામમાં વ્યાઘાત થાય છે. તેથી શક્તિવાળા સાધુ પોતાના સમાન અન્ય સાધર્મિક સાધુને નિમંત્રણા કરીને જ વાપરે, અને પોતે આહાર વાપર્યા પછી અપ્રમાદની વૃદ્ધિ અર્થે સ્વાધ્યાયાદિમાં ઉદ્યમ કરનારા હોય છે, તે ભાવભિક્ષુ છે.
સ્વાધ્યાય— - શ્લોકમાં કહેલા આ ‘૬’ શબ્દથી એ પ્રાપ્ત થાય છે કે સંયમની વૃદ્ધિના ઉપાયભૂત શેષ અનુષ્ઠાનમાં સાધુ સદા તત્પર હોય છે, પરંતુ સમભાવની વૃદ્ધિના ઉપાયભૂત કોઈ અનુષ્ઠાનમાં પ્રમાદી હોતા નથી. આવા પ્રકા૨ના સાધુ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. IIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org