________________
ભિક્ષુદ્રાવિંશિકા/શ્લોક-૪ અન્ય પરિગ્રહથી રહિતનું ઉપલક્ષણ છે.
કૃદિયો ... સત્પન્થમ્ | ગૃહિયોગ મૂચ્છથી ગૃહસ્થનો સંબંધ તેનું ભાવભિક્ષુ વર્જન કરે છે.
સચષ્ટિ ..જે સમ્યગ્દષ્ટિ=ભાવસમ્યગ્દર્શનવાળા=માત્ર સમ્યક્ત્વ ઉચ્ચરેલ નહિ, પરંતુ ભાવથી સમ્યગ્દર્શનની પરિણતિવાળા છે તે ભાવભિક્ષુ છે.
શ્લોકમાં ય: અધ્યાહાર છે, જેનો સંબંધ ોક-૧૭ સાથે છે. તે ટીકામાં સ્પષ્ટ કરેલ છે. સા. ભાવાર્થ - (૬) સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરનારા ભાવભિક્ષુ -
જે સાધુએ સર્વ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કર્યો છે, તેથી કેવલ સંયમની ઉપખંભક એવી ઉપધિને ધારણ કરે છે, તે સિવાય કોઈ વસ્તુને ગ્રહણ કરતા નથી, રાખતા નથી કે ગ્રહણ કરવાનો અભિલાષમાત્ર પણ કરતા નથી, તે સાધુ ભાવભિક્ષુ છે. (૭) ભાવસમ્યગ્દર્શનવાળા ભાવભિક્ષુઃ
વળી જે સાધુ સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ દ્રવ્યથી સમ્યક્ત ઉચ્ચરેલું છે અને ભાવથી મિથ્યાત્વનો ક્ષયોપશમભાવ પ્રગટ્યો હોવાથી સર્વ કર્મરહિત એવા શુદ્ધ આત્માનું પારમાર્થિક સ્વરૂપ હંમેશાં જેઓને સારરૂપ દેખાય છે, અને તે પારમાર્થિક સ્વરૂપને પ્રગટ કરવા માટે જે બદ્ધ અભિલાષવાળા છે, તે ભાવભિક્ષુ છે. (૮) તપ-સંયમની બુદ્ધિમાં સદા અમૂઢ ભાવભિક્ષુઃ
વળી શુદ્ધ આત્માને પ્રગટ કરવાના ઉપાયભૂત એવા તપ-સંયમની બુદ્ધિમાં સદા અમૂઢ એવા અર્થાત્ આ મારી તપની ક્રિયા અને આ મારી સંયમની ક્રિયા કઈ રીતે શુદ્ધાત્મતત્ત્વને પ્રગટ કરવાનું કારણ છે, તે વિષયનો યથાર્થ બોધ હોવાથી, અને તે પ્રમાણે તપ-સંયમમાં ઉદ્યમ હોવાથી, તપ-સંયમની બુદ્ધિમાં સદા અમૂઢ એવા સાધુ ભાવભિક્ષુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org