________________
૧૨
ભિક્ષુદ્ધાત્રિશિકા/શ્લોક-૧ હોવા છતાં મંદબુદ્ધિવાળા હોય કે કાંઈક બોધના અભાવને કારણે યથાતથા પ્રશ્ન કરતા હોય કે કાંઈક બોધની વક્રતાને કારણે પણ અસ્થાને પ્રશ્ન કરતા હોય, આમ છતાં યોગ્ય શ્રોતા આગળ ધર્મકથા કરનાર ભિક્ષુ કોપ કરતા નથી; પરંતુ હું કઈ રીતે યત્ન કરું કે જેથી આ શ્રોતાને તત્ત્વની પ્રાપ્તિ થાય, એ રીતે ઉચિત પ્રયત્ન કરનારા ભાવભિક્ષુ હોય છે. (૧૩) કલહનું અત્યંત વર્જન કરનારા ભાવભિક્ષુ -
જે સાધુ ભગવંતો કલહનું અત્યંત વર્જન કરે છે અર્થાત્ સહવર્તી સાધુઓ સાથે કે ગૃહસ્થો સાથે લેશ પણ કલહ ન થાય તે રીતે ઉચિત વર્તન કરનારા હોય, તે ભાવભિક્ષુ છે. (૧૪) ઉચિત પ્રવૃત્તિનો અનાદર નહિ કરનારા અર્થાત્ ઉચિત પ્રવૃત્તિનો આદર કરનારા ભાવભિક્ષ -
જે સાધુ ભગવંતો પોતાની ભૂમિકા પ્રમાણે ઉત્તરની ભૂમિકામાં જવા માટે જે જે ઉચિત પ્રવૃત્તિઓ છે, તેના પ્રત્યે અનાદર કરતા નથી, પરંતુ પોતાના સામર્થ્યનું સમાલોચન કરીને શક્તિના પ્રકર્ષથી ઉચિત પ્રવૃત્તિઓનું સેવન કરે છે, તે ભાવભિક્ષુ છે.
વળી જેઓને ઉચિત પ્રવૃત્તિ સેવવાનો પરિણામ છે, આમ છતાં બોધના અભાવને કારણે જે ભૂમિકામાં જે પ્રવૃત્તિથી ઉત્તરના યોગની નિષ્પત્તિ થાય તેમ હોય તે પ્રવૃત્તિને સેવવા પ્રત્યે ઉપેક્ષા કરે છે, તેમને પણ તે વખતે ઉચિત પ્રવૃત્તિમાં અનાદર છે; કેમ કે તે ભૂમિકામાં તે પ્રવૃત્તિથી જ તેમનું હિત થાય તેમ છે, આમ છતાં અજ્ઞાનને કારણે કે અવિચારકતાને કારણે તે પ્રવૃત્તિ સેવવાનો ઉત્સાહ થતો નથી, તે ઉચિત પ્રવૃત્તિમાં અનાદરરૂપ છે; અને આ પ્રકારનો ઉચિતમાં અનાદર જે સાધુ ભગવંતો કરતા નથી, તે સાધુઓ કર્મને ભેદનારા હોવાથી ભાવભિક્ષુ છે. (૧૫) અનુચિતામાં પણ આદર નહિ કરનારા ભાવભિક્ષુ -
અનાદિકાળથી મોહને પરવશ જે પ્રકારની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ થાય તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની જેમને મનોવૃત્તિ થાય તે સર્વ અનુચિત પ્રવૃત્તિ છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org