________________
૧૩
ભિક્ષુદ્વાત્રિંશિકા/શ્લોક-૮
હણાયેલ, કે ભૂષિતો વા=ખડ્ગાદિ વડે છેદાયેલ ક્ષમાસન=પૃથ્વીસમ નિષ્પતિક્રમ, વ્યુત્કૃષ્ટત્યતવેદો વોસિરાવેલ અને ત્યાગ કરાયેલ દેહવાળા, નિવાનઃ= અતિદાનવાળા, ચાતૂ નઃ કુતૂહલ વગરના ય=જે સાધુ છે, તે ભાવભિક્ષુ છે, એમ શ્લોક-૧૭ સાથે સંબંધ છે. le
શ્લોકાર્થ:
કુવચનો વડે આક્રોશ કરાયેલ, કે દંડાદિ વડે હણાયેલ, કે ખડ્ગાદિ વડે છેદાયેલ, પૃથ્વીસમ નિષ્પતિકર્મ છે, વોસિરાવેલ અને ત્યાગ કરાયેલ દેહવાળા, અનિદાનવાળા, કુતૂહલ વગરના જે સાધુ છે, તે ભાવભિક્ષુ
છે.
ll
ટીકા –
आक्रुष्टो वेति- आक्रुष्टो वा कुवचनैः, हतो वाऽपि दण्डादिभिः, लूषितो वा खड्गादिभिः, क्षमासमः पृथ्वीसमो, निष्प्रतिकर्मत्वात् । व्युत्सृष्टो भावप्रतिबन्धाभावेन त्यक्तश्च विभूषाऽकरणेन देहः शरीरं यस्य ( येन ) स तथा । योऽनिदानो भाविफलाशंसारहितोऽकुतूहलश्च नटादिदर्शने ॥ ८ ॥
ટીકાર્ય :
आक्रुष्टो वा નટવિવર્ગને ।। જે કુવચનો વડે આક્રોશ કરાયેલ અથવા દંડાદિ વડે હણાયેલ અથવા ખડ્ગાદિ વડે છેદાયેલ, નિષ્પતિકર્મપણું હોવાને કારણે અર્થાત્ પ્રતિકાર કરવાનો અભાવ હોવાને કારણે, ક્ષમાસમ= પૃથ્વી સમાન છે, ભાવપ્રતિબંધનો અભાવ હોવાને કારણે અર્થાત્ ભાવથી શુદ્ધ આત્મતત્ત્વ સિવાય અન્ય કોઈ પદાર્થમાં લાગણીનો અભાવ હોવાને કારણે, અને વિભૂષા નહિ કરવા દ્વારા ત્યાગ કરાયેલ દેહવાળા, નિદાનરહિત= ભાવિ ળની આશંસા રહિત અર્થાત્ આ સંયમના પાલનથી ભાવિમાં મને સાંસારિક સુખો મળશે એવી આશંસારહિત, અને નટાદિદર્શનમાં કુતૂહલરહિત જે સાધુ છે, તે ભાવભિક્ષુ છે. hel
.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org