________________
ભિક્ષુદ્વાત્રિંશિકા/સંકલના
ત્યારપછી ભાવભિક્ષુનો બોધ કરાવવા અર્થે દ્રવ્યભિક્ષુ કોણ કોણ હોઈ શકે, તે શ્લોક-૨૭-૨૮-૨૯-૩૦માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે અને તેમાં બાહ્ય ભિક્ષાની પ્રવૃત્તિ કરનારા ગૃહસ્થો અને માંગીને આજીવિકા કરનારા દીનાદિ દ્રવ્યથી ભિક્ષુ છે, તે અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે તેમ કહેલ છે.
વળી યોગમાર્ગને નહિ પામેલા અને ગૃહવાસનો ત્યાગ કરીને સંન્યાસ આદિ ગ્રહણ કરનારા પણ દ્રવ્યભિક્ષુ છે, અને તેઓ પણ અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તેમ કહેલ છે.
વળી જેમ કર્મને ભેદનાર ભાવભિક્ષુ છે, તેમ લાકડાને ભેદનાર સુથાર દ્રવ્યભિક્ષુ છે, અને તે પણ અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તેમ કહેલ છે.
વળી બ્રાહ્મણાદિ જાતિમાં માગણ સ્વભાવ હોય છે, તે અપેક્ષાએ તેઓ પણ ‘ભિક્ષુ’ કહેવાય, અને તેઓ પણ અપ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તેમ કહેલ છે.
વળી ભાભિક્ષુનું કારણ બને તેવા શુદ્ધ સંવિગ્નપાક્ષિક પ્રધાન દ્રવ્યભિક્ષુ છે; કેમ કે, ભિક્ષાથી આજીવિકા કરીને પણ તેઓ ભાવભિક્ષુની શક્તિનો સંચય કરે છે. જેમ વિવેકી શ્રાવકો દ્રવ્યસ્તવ કરીને સર્વવિરતિરૂપ ભાવસ્તવની શક્તિનો સંચય કરે છે, તેમ સંવિગ્નપાક્ષિક દ્રવ્યભિક્ષા દ્વારા પણ ભાવવિભક્ષુ થવાની શક્તિનો સંચય કરે છે.
વળી જે ગૃહસ્થો સર્વવિરતિના અત્યંત અર્થી છે, તેઓ પણ પોતાની ભૂમિકા અનુસાર પ્રતિમાનું વહન કરીને દીક્ષા ગ્રહણ કરીને ભાવભિક્ષુ બનશે. તેથી તે અપેક્ષાએ તે શ્રાવકો પણ પ્રધાન દ્રવ્યભિક્ષુ છે, તે શ્લોક-૩૧માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
આ રીતે સંક્ષેપથી ભાવભિક્ષનું સ્વરૂપ ગ્રંથકારશ્રીએ બતાવ્યું. તે ભિક્ષુના સ્વરૂપના પરમાર્થને જાણીને, તે તે ભાવોથી આત્મા ભાવિત થાય તે રીતે ભિક્ષુના ગુણોનું સ્મરણ કરવામાં આવે, અને તેનાથી આત્માને ભાવિત કરવામાં આવે, તો ક્રમે કરીને ભાવભિક્ષુપણાની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ સુલભ બને. તે શ્લોક-૩૨માં ગ્રંથકારશ્રીએ બતાવેલ છે.
છદ્મસ્થતાને કારણે પ્રસ્તુત વિવેચનમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org