Book Title: Bhikshu Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ 3 ભિક્ષુદ્વાત્રિંશિકા/પ્રસ્તાવના અમૃતને આ ગ્રંથગાગરમાં આપણને પીરસ્યું છે. તેઓશ્રીની એક એક કૃતિ Master Piece - બેનમૂન નમૂનારૂપ છે, જે તેમના ઉચ્ચ બૌદ્ધિક સ્તરનાં દર્શન આપણને કરાવે છે. આ ગ્રંથનું અધ્યયન કરતાં અનેક પદાર્થોનું યુક્તિસભર નિરૂપણ જોઈ ગ્રંથકાર શ્રીઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજાની તર્કશક્તિને, તીવ્ર મેધાશક્તિને બિરદાવ્યા વિના રહી શકાતું નથી. આ આગમગ્રંથ નથી, પરંતુ આગમગ્રંથોના ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ટીકામાં પણ માત્ર દુર્ગમ અને દુર્બોધ શબ્દોનું સ્પષ્ટીકરણ કરેલ છે. ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથ' સમ્યજ્ઞાનનો દરિયો છે. તેમાં આગમના ગંભી૨ પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા પણ ગૂંથાયેલી છે. તેમ જ અનેક મહત્ત્વના પદાર્થોનું સંકલન અને વિશદીકરણ પણ આ ગ્રંથરત્નમાં કરવામાં આવ્યું છે. જેમ પૂ. સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે સ્વરચિત ગ્રંથો ષોડશકપ્રકરણ, અષ્ટકપ્રકરણ, વિંશતિવિંશિકા આદિ ગ્રંથોનાં નામાભિધાન, તેના વિવિધ શ્લોકસમૂહની સંખ્યાને આશ્રયીને આપેલ છે, તેમ અહીં વિવિધ વિષયોને નિરૂપણ કરતાં ચોક્કસ અંકસંલગ્ન ૩૨ પ્રકરણને રચ્યાં, અને એક એક પ્રકરણમાં ૩૨-૩૨ શ્લોકોનાં ઝૂમખાં મૂકવા દ્વારા મુખ્ય ૩૨ વિષયોની સાંગોપાંગ અને અર્થગંભી૨ વિશદ છણાવટ કરેલ છે, એવો આ મહાન ગ્રંથ છે. ટૂંકમાં પ્રસ્તુત કૃતિ ‘દ્વાત્રિંશદ્વાત્રિંશિકા’ યોગ, આગમ અને તર્ક-યુક્તિના શિ૨મહોર સમાન એક અણમોલ અને અનુપમ મહાન ગ્રંથ છે. ખરેખર જ, આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને પ્રાપ્ત ન થયો હોત તો આપણે સરળતાપૂર્વક આત્મકલ્યાણ સાધી શકવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સાર પામવા માટે આલંબનરૂપ આ ગ્રંથ અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનો છે. દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રંથનું આ ૨૭મું પ્રકરણ ‘ભિક્ષુદ્ધાત્રિંશિકા’ છે. ૨૬મી ‘યોગમાહાત્મ્યબત્રીશી'માં યોગના સેવનથી શું શું ફળો મળે છે, એ રૂપ યોગનું માહાત્મ્ય બતાવ્યું, અને તે યોગના સેવનનાં ફળો ભિક્ષુમાં સંભવે છે; કેમ કે, ભિક્ષુ યોગમાર્ગનું સેવન કરીને યોગના ફળને મેળવનારા છે. તેથી યોગના ફળને મેળવનારા એવા ભિક્ષુનું સ્વરૂપ પ્રસ્તુત ‘ભિક્ષુબત્રીશી'માં ગ્રંથકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98